Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

માળીયા મીંયાણા પાસે અકસ્માતમાં ડ્રાઇવરનું મોત

માળીયા મિયાણા : સુરજબારી પુલ નજીક રાત્રે જી.જે.-૧ર-બી. વી., ૭૬૯૪ નંબરનું  ટ્રેલર ઉભુ હતુ ત્યારે આર. જે. પર જીએ. ૩૭૯૩ નંબરનો ટ્રક ધડાકા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને ૧૦૮ ની ટીમે બહાર કઢાયો હતો. બાદ ૧૦૮ ના પાઇલોટ દાઉદભાઇ અધામ અને દીપકભાઇ ચુડાસમા સહિતે ગંભીર રીતે ઘવાયેલા ટ્રક ચાલક મનજીભાઇ સોમાભાઇ રબારી (રહે. કચ્છ-મોવાસા) ને તાકીદે મોરબી સારવાર માટે લઇ જતા હતા ત્યાં રસ્તામાં ટ્રક ચાલક મનજીભાઇએ દમ તોડી દીધો હતો. (તસ્વીર : રજાક બુખારી -માળીયા મિંયાણા)

(11:48 am IST)