Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભૂજ બાર.એસો.ના પ્રમુખ હેમસિંહ ચૌધરીને ત્યાં ૪ લાખની ચોરીમાં બે સગીરોની અટકાયત

ડ્રાઇવરના પુત્ર અને તેના સાગરીત પોલીસપુત્ર એ ધારાશાસ્ત્રી પરિવાર બહારગામ હતો ત્યારે ૪ મહિના પહેલા હાથ માર્યો હતો

ભૂજ તા.૩૧ : ભૂજની ઉમેદનગર કોલોનીમાં રહેતા ભૂજ બાર.એસો.ના પ્રમુખ અને વરીષ્ઠ ધારાશાસ્ત્રી હેમસિંહ ચૌધરીને ત્યા થયેલી ચોરીની ઘટનામાં પોલીસે બે સગીરોની અટકાયત કરી છે. ૪ મહિના પહેલા જાન્યુઆરીમાં હેમસિંહ ચૌધરી બહારગામ ફરવા ગયા હતા ત્યારે તેમને ત્યા સુવા આવતા તેમના ડ્રાઇવર રાજેશ ચાવડા ના સગીર પુત્રએ તેના સાગરીત સાથે મળી બે મોબાઇલ ફોન, ચાંદીના વાસણો સહિત ૪ લાખની ચોરી કરી હતી. ત્યારબાદ આ મુદ્દામાલ દાટી દીધો હતો. પોલીસે હમણા આ સગીરોની ચોરીના બનાવમાં પૂછપરછ કરતાં તેમણે ચોરીની કબૂલાત આપી હતી. પોલીસે બન્ને સગીરો ડ્રાઇવરના પુત્ર અને પોલીસ પુત્રની અટકાયત કરી છે.

(11:47 am IST)