Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પાણશીણામાં વાવાઝોડુઃ અડધો ઇંચ વરસાદઃ ૭ વૃષો ધરાશાયીઃ છાપરા ઉડયા

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા છવાવાની શરૂઆતઃ ઝાલાવાડમાં પવન સાથે વરસાદની ધમાકેદાર એન્‍ટ્રી : મહત્તમ તાપમાનનો પારો ૧ થી ર ડીગ્રી નીચે ઉતરતા ગરમીમાં સામાન્‍ય રાહત

ગોંડલ : તસ્‍વીરમાં ગોંડલમાં છવાયેલા વાદળા નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ગરમીમાં રાહતનો અનુભવ થઇ રહ્યો છે. અને મહત્તમ તાપમાનના પારામાં સામાન્‍ય ઘટાડો થઇ રહ્યો છે. અને ૧ થી ર ડીગ્રી જેટલુ તાપમાન ઘટતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

જો કે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ બફારાનું પ્રમાણ વધવા લાગે છે અને આખો દિવસ બફારાનો અનુભવ થયા કરે છે.

આવા વાતાવરણ વચ્‍ચે કાલે સાંજના સમયે સુરેન્‍દ્રનગર જીલ્લાના લીંબડી, લખતર, પાણશીણા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

ધોમધખતા તાપ સાથે વરસાદ પડતા ગરમીમાં રાહત થઇ હતી.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આછા વાદળા સાથે મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.

સુરેન્‍દ્રનગર

વઢવાણ : ચોમાસામાં કયાં નક્ષત્રમાં વરસાદની શરૂઆત થાય છે. તેના પર ખેડૂતો ચોમાસાની આગાહી કરતા હોય છે. ત્‍યારે આજે રોહણી નક્ષત્ર દરમિયાન વરસાદ પડવાની શરૂઆત થતાં ઝાલાવડમાં સારા વરસાદના એંધાણ વર્તાઇ રહ્યા છે.

લીંબડી તાલુકાના પાણશીણામાં મોડી સાંજે અચાનક આકાશમાં વાદળો ઘેરાયા હતાં. વાવાઝોડા સાથે અડધો ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્‍યો હતો ભારે પવનને લીધે પાણશીણામાં અનેક ઘરના છાપરા અને નળીયા ઉડી ગયા હતા જયારે ગામના ૭ થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતાં.

વરસાદને લીધે ગામ સાંસરવા પાણી નીકળી ગયા હતા. અચાનક વરસાદથી ગામની વિજળી ગુલ થઇ ગઇ હતી. વરસાદની લીધે ૪પ ડીગ્રી તાપમાન અને બફારાથી શેકાતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. રોહીણી નક્ષત્રમાં વરસાદ પડવાની શરૂઆત થતા ઝાલાવાડમાં ચોમાસુ શોળાઆની રહેવાની ખેડૂતોને આશા બંધાઇ છે.

ગોંડલ

ગોંડલ : આજે સવારથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં આછા વાદળા છવાયા છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૯ મહત્તમ, ર૭ લઘુતમ, ૭પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪.૪૧ કિ. મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહીહતી.

(11:27 am IST)
  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST

  • યુપીના ગોરખપુર સહીત શહેરોમાં ભારે વરસાદ-તોફાનની શકયતા : એલર્ટ જાહેર : ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં હવામાન વિભાગે ભારે તોફાનની આશંકા વ્યક્ત કરી છે હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ કલાકમાં ઉત્તર પ્રદેશના ગોરાખપુર, સંતકબીરનગર બલિયા, દેવરિયા, કુશીનગર અને મહારાજગંજમાં ભારે વરસાદ અને તોફાની પવન ફેંકશે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે access_time 10:49 am IST

  • નેપાળના પ્રધાનમંત્રીનું મંત્રીઓને ફરમાન :છ મહિનામાં લેપટોપ શીખો નહીંતર બરખાસ્ત કરાશે : પીએમ કેપી ઓલીએ પોતાની સરકારના મંત્રીઓને આદેશ કર્યો કે દરેકે ફરજીયાત લેપટોપ શીખવું પડશે access_time 1:37 am IST