Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જુનાગઢ જિલ્લાના જળ સંશાધનોને પુનઃ જીવીત કરવા દાતાઓ દ્વારા ૨૭.૨૫ લાખની ફાળવણી

જૂનાગઢ તા.૩૧ : જૂનાગઢ જિલ્લામાં સુજલામ સુફલામ જસંચય અભિયાન અંતર્ગત ગામનાં તળાવો, ચેકડેમો, વોંકળા, નદીના વહેણ જેવા કુદરતી જળ સ્ત્રવક્ષેત્ર જળસંશાધનોને જીવંત કરવા કામો હાથ ધરાયા છે. રાજય સરકારશ્રીના મહત્વકાંક્ષી આ અભિયાન દ્વારા  ગ્રામ તળાવ, ચેકડેમ જેવા કુદરતી જળસંગ્રહસ્થાનોમાંથી માટી/કાંપ બહાર કાઢવા લોકભાગીદારી પણ સહયોગી બની રહી છે.

જૂનાગઢ જિલ્લામાં ચાલતા સુજામ સફલામ જળસંચય અભિયાન કામગીરીમાં જિલ્લાનાં દાતાઓએ ઉદાર હાથે રૂ.૨૭ લાખ ૨૫ હજાર જેટલી રકમનું યોગદાન નોંધાવેલ છે, જે પૈકી ચોરવાડ સ્થિત ગદરે મરીન એકસપોર્ટ પ્રા લી દ્વારા રૂ. પાંચ લાખ, જુનાગઢ , કેશોદ, વિસાવદર, ખેતિવાડી ઉત્પન્ન બજાર સમીતી દ્વારા રૂ. એક-એક લાખ રૂ. લોભાગીદારી નોંધાવી છે.

સ્વામિનારાયણ મંદીર જવાહર રોડ દ્વારા સવા લાખ, ગુજરાત મેરી ટાઇમ બોર્ડ ગાંધીનગર દ્વારા રૂ. ૧૪ લાખ ૨૨ હજાર, કેશોદનાં ધારાસભ્યરી દ્વારા ૧૧ હજાર, ગાયત્રી પરીવારે ૧૧ હજાર, જગદીશભાઇ ડાંગરે ૧૧ હજાર, બી.એચ.બારીયા મોર્ડન સટોન ક્રશરે ૩૧ હજાર, પુંજાભાઇ સુત્રેજાએ ૧૧ હજાર, રાકેશભાઇ છેયાએ ૧૧ હજાર, જગદીશભાઇ ડાંગરે ૫ હજાર, લખમણભાઇ ડાંગરે ૫ હજાર, ભનુભાઇ ટીંબાએ ૫ હજાર, દુધીબેન આહીરે ૧૫ હજાર, દેવરાજભાઇ કરડાણીએ ૧૫ હજાર, તુષારભાઇ ગોરે ૧૫ હજાર, ગોવીંદભાઇ કંડોરીયાએ ૧૫ હજાર, મંથન કવોરી વર્કસ ૩૦ હજાર, રાજેશભાઇ ડાંગરે ૧૫ હજાર, ગાત્રાળ સ્ટોનક્રશર તરફથી ૧૫ હજાર, બાબા સ્ટોનક્રશર તરફથી ૧૫ હજાર, કૃષ્ણભાઇ ચાવડા તરફથી ૧૫ હજાર, શ્રીજી સ્ટોનક્રશર તરફથી ૧૫ હજાર, રાજુભાઇ ધણફુલીયાવાળા તરફથી ૧૫ હજાર, હરદારસભાઇ તરફથી ૧૫ હજાર, બંસી સ્ટોનક્રશર તરફથી ૧૧ હજાર, રાજક્રીષ્ન સ્ટોનક્રશીંગ તરફથી ૧૧ હજાર, ઓડેદરા મેરમણભાઇ તરફથી ૧૧ હજાર, વેકરી ગામનાં હીરીબેન ભીમશીભાઇ ભાટુ તરફથી ૧૦ હજાર આમ કુલ ૨૭ લાખ ૨૫ હજાર જેવી રકમ જિલ્લાનાં સુજલામ સફુલામ જળસંચય અભિયાન કાર્યમાં લોકભાગીરદારી સ્વરૂપે દાતાઓએ નોંધાવી છે.

(10:39 am IST)