Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ધ્રોલની પટેલ કન્યા વિદ્યાલયનું ધો.૧૦નું ઝળહળતુ પરિણામ

ધ્રોલ,તા.૩૧: અહીની જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયનું ધો.૧૦નું ૯૩.૨૮ ટકા પરિણામ આવ્યું છે. જેમાં પરિક્ષા આપનાર ૨૩૮ છાત્રાઓમાથી ૨૨૨ ઉર્તિણ થઇ છે.

એવી જ રીતે ૫૬ છાત્રાઓએ ૯૦થી વધુ પીઆર તથા ૧૦૫ છાત્રાઓએ ૮૦થી વધુ પીઆર મેળવ્યા છે...શાળામાં પ્રથમ ક્રમે માનસી ભાવિનભાઇ કાનાણી-જોડિયા (પીઆર-૯૯.૭૬, ૯૩.૩૩ ટકા) તથા દ્વિતિય ક્રમે પાયલ વિનોદભાઇ પનારા-લીંબુડા (પીઆર-૯૯.૭૨, ૯૩ ટકા), તૃતિય સ્થાને દીયા સુનીલભાઇ અનડકટ-ધ્રોલ (પીઆર-૯૯.૫૯, ૯૨.૧૭ ટકા) તેમજ આરજુ ભુપતભાઇ બોડા-ફલ્લા, કૃપાલી પ્રવિણભાઇ પીઠડીયા-ધ્રોલ (પીઆર-૯૯.૪૩, ૯૧.૩૩ ટકા) ચોથા સ્થાને અને પાંચમાં સ્થાને પ્રિતીબા નરેન્દ્રસિંહ જાડેજા-ધ્રોલ (પીઆર-૯૯.૨૧, ૯૦.૩૩ ટકા)એ

ઉર્તિણ થઇ પોત-પોતના પરિવાર, સંસ્થાનું ગૌરવ વધાર્યુ છે.ઉત્કૃષ્ઠ પરિણામ મેળવવા બદલ તમામ તેજસ્વી વિદ્યાર્થીનીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બી.એચ.ઘોડાસરા, જેરામભાઇ વાંસજાળીયા, વાઇસ મેનેજીંગ ટ્રસ્ટી ગોવિંદભાઇ વૈષ્નાણી, ડાયાભાઇ ભીમાણી, ટ્રસ્ટી ભગવાનજીભાઇ કાનાણી, ગોવિંદભાઇ અમૃતિયા, સંચાલક રૂગનાથભાઇ પટેલ, જી.પી. નંદાસણા, શાળાના આચાર્યા વિજયાબેન છત્રોલા સહિત ટ્રસ્ટી મંડળ અને તમામ સ્ટાફે બિરદાવી હતી.

(10:39 am IST)