Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

આવતીકાલે ૧ દિ' માટે ગામડા બંધ...

કેટલો પ્રતિભાવ મળશે ? રાષ્‍ટ્રીય કિસાન સંગઠને રૂપાણી સરકાર સામે શિંગડા ભરાવ્‍યા

રાજકોટ તા. ૩૧ : વર્તમાન ભાજપ સરકારના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. અનેક પ્રશ્નોથી ખેડૂતો પિડાઇ રહ્યા છે ત્‍યારે રાષ્‍ટ્રીય કિસાન સંગઠને રૂપાણી સરકાર સામે મોરચો માડયો છે. રાષ્‍ટ્રીય કિસાનસંઘે આવતીકાલે ૧લી જૂને ગુજરાતભરમાં ગામડા બંધનું એલાન આપ્‍યું છે. આ દિવસે ખેડૂતો દૂધ, શાકભાજી, અનાજ વગેરેનું વેચાણ કરશે નહીં.

રાષ્‍ટ્રીય કિસાન સંગઠને એવો આક્ષેપ કર્યો છે કે, કેન્‍દ્ર સરકારે ખેડૂતોને સકંજામાં લેવા પ્રયાસો કર્યા છે. અનેક સમસ્‍યાઓને લીધે ખેડૂતો બેહાલ બન્‍યા છે. રાજકીય દબાણ હેઠળ સરકાર ભૂમિ અધિગ્રહણ જેવા કાળા કાયદા ઘડી રહી છે.

મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થવા આવ્‍યા. હજુ સુધી સ્‍વામીનાથન કમિટિની ભલામણોનો સ્‍વિકાર કરાયો નથી. ખેત ઉત્‍પાદનના દોઢ ગણા ભાવ આપવાના વાયદાય હજુ કેન્‍દ્ર સરકારે પાળ્‍યા નથી. આ સંજોગોમાં ખેડૂતોને ન્‍યાય મળે તે દિશા એક દિવસીય પ્રતિક હડતાળનું એલાન કરાયું છે.

(10:34 am IST)