Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

વિંછીયાના સરતાનપરના કોળી યુવાનની હત્યાના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૩૧ : વિંછીયાના સરતાનપરના કોળી યુવાનના ઓનરકીલીંગના  ચકચારી હત્યા કેસમાં આરોપીની જામીન અરજીને સેસન્સ કોર્ટે મંજુર કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે ફરીયાદી જયંતીભાઇ આંબાભાઇ રોજાસરાએ પોલીસમાં કુલ નવ આરોપીઓ વિરૂદ્ધ તેઓ, તેમના પત્ની, તેમના માતા તથા મોટો દિવકરો આશીષ તેમની બેલડા ગામની સીમમાં વાડીએ હતા ત્યારે આરોપી જેન્તીભાઇ મકવાણાની ભત્રીજી સાથેફરીયાદીના પુત્રને પ્રેમ સંબંધ હોય તથા જેન્તીભાઇની દીકરીની સગાઇ કરી નાખેલ હોય જેથી તે અંગેનો ખાર રાખી તા. રર/૬/ર૦ર૦ ના રોજ બપોરે ૧ વાગ્યે ત્યાં આરોપી જેન્તીભાઇ સહીતના કુલ નવ જણા આવી લોખંડના પાઇપો તથા લાકડીઓથી ફરીયાદીના પુત્ર આશીષને શરીરે બેફામ માર મારવા લાગેલ અને ફરીયાદી તથા તેના પત્ની તથા માતા તેને બચાવી ન શકે માટે તેઓને પકડી રાખેલા તથા ફંગોળી દીધેલા અને આશીષ ઇજાઓથી લોહીલુહાણ થઇ જતા ૧૦૮ દ્વારા દવાખાને લઇ જવાતા ત્યાં મૃત જાહેર થયેલ અને આમ પોલીસે આશીષની હત્યા સબબ કુલ નવ આરોપીઓ વિરૂદ્ધ હત્યા, રાયોટીંગ આરોપી રમેશભાઇ જાદવભાઇ મકવાણાએ પોતાના વકીલ મારફત રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ જેમાં આરોપીના વકીલ રૂપરાજસિંહ પરમારની વિસ્તૃત લેખીત મૌખીક રજુઆતો ધ્યાને લઇ રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી ઉત્કર્ષ દેસાઇએ આરોપી રમેશભાઇ જાદવભાઇ મકવાણાની જામીન અરજી મંજુર કરેલ છે.

આ કામમાં આરોપી રમેશભાઇ જાદવભાઇ મકવાણા વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, ભરત સોમાણી તથા હુશેન હેરંજા રોકાયેલ હતા.

(11:44 am IST)