Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વઢવાણ તાલુકાના ખારવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કોમ્યુનીટી હેલ્થ ઓફિસરે કોરોના અંગે જનજાગૃતિ કરી

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર સોનલ દાણી દ્વારા લોકોને નોવેલ કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેમકા હસ્તાકના ખારવા ગામમાં આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કોમ્યુનીટી હેલ્થ ઓફિસર સોનલ દાણી દ્વારા ખારવા ગામના વાડી વિસ્તારની મુલાકાત લઇની સ્ક્રીનીંગ કરીને લોકોને નોવેલ કોરોના વાયરસ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

 આ ઉપરાંત હાઉસ ટુ હાઉસ એક્ટીવીટી દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી કોમ્યુનીટી હેલ્થ ઓફિસર સોનલ દાણી દ્વારા જુથ ચર્ચા કરીને લોકોને નોવેલ કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા

 . અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા,  ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢુ ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. આપણે ઘરમાં જ રહીશુ તો કોરોના વાયરસ ક્યારે પણ આપણી પાસે આવશે નહી, જો તમે ઘરની બહાર નિકળશો તો જ કોરોના તમારી સાથે ઘરમાં આવશે બાકી નહી જ આવે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે.

(7:29 pm IST)