Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જામનગર-૪, મોરબી-ર અને દેવભૂમિ દ્વારકાના ૧ શંકાસ્પદ કેસનું પરિક્ષણ

જામનગર તા.૩૧ : જામનગરની જી.જી.હોસ્પીટલમાં જામનગરના ૪, મોરબીના ર અને દેવભૂમિ - દ્વારકાના ૧ કોરોનાના શંકાસ્પદ કેસના સેમ્પલો ઇને પરિક્ષણમાં મોકલવામાં આવેલ છે.

હાલમાં જામનગરમાં ૪ પોઝીટીવ કેસ થયા છ.ે તેવી અને પોરબંદરના એક પોઝિટીવ કેસને જામનગર ખાતે રીફર કરેલ છે તેવી અફવા ફેલાઇ રહી છે તો તેને ખંડિત કરતા જણાવું છું કે જામનગરમાં એક પણ પોઝીટીવ કેસ હાલમાં જણાયેલ નથી, ચાર કેસ શંકાસ્પદ છે જેઓના સેમ્પલ ચેક થઇ રહ્યા છેઅને પોરબંદરનો કેસ પોરબંદર હોસ્પિટલમાં છે અહી રીફર થયેલ નથી. તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.

(3:45 pm IST)