Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મોરબીમાં જાહેરનામાનો ભંગ કરતા ૩૯ વ્યકિતઓને પોલીસે ડ્રોન કેમેરાની મદદથી પકડી પાડ્યા

મોરબી, તા.૩૧:  સીટી એ ડિવિઝન પોલીસ લોકડાઉનની સ્થિતિમાં જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં ડ્રોન કેમેરાની મદદથી ૭ ટોળાને ઝડપી ૩૯ લોકોને ઝડપી લેવાયા છે તો સમગ્ર જીલ્લાના પોલીસ મથકો દ્વારા જાહેરનામાં ભંગના કેસો કરવામાં આવ્યા છે તેમજ ૨૨ વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે.  મોરબી સિટી એ ડિવિઝન પોલિસે લોડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે કાર્યવાહી કરી રહી છે ત્યારે શેરી ગલીઓના ટોળા ભેગા ન થાય અને ટોળા પર કાયદેસરની કાર્યવાહી કરી શકાય તે માટે પોલીસ ડ્રોન કેમેરાની મદદથી નજર રાખી રહી છે જેને પગલે એ ડીવીઝન પોલીસે ૭ ટોળાના કુલ ૩૯ લોકોને ઝડપી લીધા છે જયારે બી ડીવીઝન પોલીસે ત્રણ ટોળાના કુલ ૨૧ લોકો સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી છે જયારે મોરબી તાલુકા પોલીસે ચાર દુકાનદારો તેમજ ટોળે વળેલા ૧૦ લોકો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

વાંકાનેર તાલુકામાં જાહેરસભાભંગની ૮ ફરીયાદો

વાંકાનેર તાલુકા પોલીસે આઠ દુકાનદારો સામે જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી છે જયારે માળીયા પોલીસે એક દુકાનદાર સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી છે તે ઉપરાંત ટંકારા પોલીસે ૨ જયારે હળવદ પોલીસે ત્રણ દુકાનદારો તેમજ ટોળે વળેલા ચાર વ્યકિત સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.

(12:53 pm IST)