Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મોરબીના નાની વાવડી ગામે દૂધ કરીયાણાની દુકાનો પાંચ કલાક જ ખુલશે

મોરબી, તા. ૩૧:  કોરોના લોકડાઉનને પગલે લોકોની ભીડ એકત્રિત ના થાય તે માટે સરકારની સુચના અનુસાર નાની વાવડી ગ્રામ પંચાયતે ગ્રામજનો જોગ જરૂરી સૂચનાઓ આપી છે તેમજ શાકભાજી, કરિયાણાની અને દુધની દુકાનો પણ મર્યાદિત સમય માટે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.

 નાની વાવડી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોએ આપેલી સુચના પ્રમાણે ગામમાં આવેલી કરીયાણા-શાકભાજી અને દુધની દુકાનો જોગ જણાવ્યું છે કે દુધની ડેરી સવારે ૬ થી ૯ અને સાંજે ૬ થી ૮ સુધી તેમજ કરીયાણા અને શાકભાજી દુકાનો સવરે ૯ થી બપોરે ૧૨ તેમજ સાંજે ૬ થી ૮ સુધી જ ખુલ્લી રાખી શકાશે અને આ દરમિયાન ભીડ ના થાય તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી દુકાનદારની રહેશે.

તે ઉપરાંત ગામમાં બાળકો શેરીમાં કે જાહેર જગ્યાએ દેખાશે તો કાર્યવાહી કરશે અને તેની જવાબદારી માતાપિતાની રહેશે ગામના રહીશ બહારના જીલ્લા કે રાજયમાંથી કોઈ વ્યકિત આવે તો તેની જાણ ગ્રામ પંચાયતને કરવાની રહેશે ગામમાં બહારની વ્યકિતને પ્રવેશ પર સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે બહારથી આવતા ફેરિયાઓને પણ ગામમાં પ્રવેશની મનાઈ છે જે સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને નિયમભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું છે.

(12:52 pm IST)