Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મોરબીમાં કોરોના જાહેરનામાના ભંગ હેઠળ ૩૧ વ્યકિતની અટકાયત : ૨૪ વાહનો ડિટેઇન

મોરબી,તા.૩૧ : મોરબીમાં પોલીસ લોકડાઉનની સ્થિતિમાં જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં મોરબી એ ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગના ૧૨ કેસ કરીને ૩૧ લોકોની ધરપકડ કરી છે. અને કામ વગર બહાર નીકળતા ૨૪ વાહન ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલિસે લોડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે કાર્યવાહી કરી રહી છે ત્યારે શેરી ગલીઓના ટોળા ભેગા ન થાય અને ટોળા પર કાયદેસરની કાર્યવાહી કરી શકાય તે માટે પોલીસ ડ્રોન કેમેરાની મદદથી નજર રાખી રહી છે ત્યારે ડ્રોનની મદદથી ૯ કેસ કર્યા છે તો અન્ય ૩ કેસ કરીને ૩૧ લોકો ઝડપી અટકાયત કરી તેઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આ સાથે ૨૪ જેટલા વાહનો પણ ડિટેઇન કર્યા હતા.

(12:52 pm IST)
  • સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ : રાજ્યમાં કુલ આંકડો 74એ પહોંચ્યો : સુરતમાં 28 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો : 74 પૈકી 60ની હાલત સ્થિર : 2 લોકો ગંભીર : વેન્ટિલેટર પર રખાયા : અત્યાર સુધીમાં છ દર્દીઓ સ્વસ્થ થયા access_time 7:59 pm IST

  • ભારતમાં તબલીગી જમાત કાર્યકરોની વિગતો તમામ રાજ્યો સાથે શેર કરાઈ : તમામ રાજ્યોના ડીજીપીને પત્ર પાઠવાયા access_time 12:11 am IST

  • માર્ચ મહિનામાં શેરબજારમાં ભારે ઉથલપાથલ સર્જાતા રોકાણ કરનારાના ૩૩ લાખ કરોડ રૂ. ધોવાઈ ગયા access_time 4:16 pm IST