Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જૂનાગઢમાં મકાન માલિકો જગ્યા ખાલી કરવા વિદ્યાર્થી- ભાડુઆતોને દબાણ નહીં કરી શકે

ઉદ્યોગો, દુકાનો પેઢીઓમાં કામ કરતાં કર્મીઓને નિયત તારીખે પગાર ચૂકવવાનો રહેશે – પગાર કપાત કરી શકશે નહિઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક અમલવારી કરવા આદેશ

જૂનાગઢ,તા.૩૦:જૂનાગઢ જિલ્લામાં લોકડાઉનની અમલવારી  સદ્યન રીતે થઈ રહી છે. પરંતુ કેટલીક જગ્યાએ લોકો તેમના વતનમાં જવા માટે બહોળી સંખ્યામાં અવર-જવર કરતા હોવાના બનાવો બનેલ છે. જે લોકડાઉનના નિયંત્રણો અને  સામાજિક અંતર જાળવવાની સૂચનાઓનું ઉલ્લંદ્યન થતું જોવા મળી રહ્યું છે. જેના પગલે જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કેટલાક આદેશોની અમલવારી કરવા જણાવાયું છે.

લોકડાઉનના કારણે હાલમાં પરિવહન સહિતની સેવાઓ બંધ છે. ત્યારે કોઈ મકાન માલિક મજૂરોને વિદ્યાર્થીઓને જગ્યા ખાલી કરવા દબાણ નહીં કરી શકે.જો કોઈ મકાનમાલીક આવું કરવા દબાણ કરશે તો કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.  ઉપરાંત જે કામદાર ભાડાના આવાસમાં રહેતા હોય તેવા આવાસના માલિકોએ એક માસ સુધી ઘરના ભાડાની માગણી કરી શકશે નહીં. ઐાદ્યોગિક, વ્યવસાયિક અને દુકાનના માલિકોએ લોકડાઉનના કારણે જેટલા દિવસ કામ બંધ રહેશે એટલા દિવસોનો તેમના કર્મચારીઓને મળવાપાત્ર થતો પગાર કોઈપણ જાતની કપાત વગર નિયત તારીખે આપવાનો રહેશે. તેમજ પોતાના વતનના રાજય- શહેર ખાતે પહોંચવા માટે નીકળેલ લોકોને નજીકના આશ્રય સ્થાને રાખવા યોગ્ય સ્ક્રિનિંગ કરી જરૂર જણાયે ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે કવોરોન્ટાઈન  ફેસેલીટીમાં રાખવાના રહેશે.

 ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોનાનો કોઈ કેસ પોઝિટિવ નોંધાયા નથી ત્યારે હજુ આગામી દિવસો દરમિયાન તમામ નિયંત્રણો અને સામાજિક અંતર જળવાઈ રહે અને  કોઈ કેસ નોંધાય નહિ એ માટે સૂચનાઓની લોકોએ ચુસ્તપણે અમલવારી કરવા  અધિક જિલ્લા મેજીસ્ટ્રટશ્રીએ જણાવ્યુ છે.

(12:52 pm IST)