Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સાવરકુંડલા પોલીસ દ્વારા અનાથ-ગરીબો માટે ભોજન વ્યવસ્થા

સાવરકુંડલા,તા.૩૧: અમરેલી જિલ્લા પોલીસઙ્ગ વડા નિલિપ્ત રાય તથા એ એસ પી અગ્રવાલ તથા ડી વાય એસ પી ચૌધરી તથાસવાર કુંડલા સીટી પી આઇ વસાવા તથા પીએસઆઇ ડોડીયાની સૂચનાથી સાવરકુંડલા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા શહેર અને ગ્રામ વિસ્તારમાં રખડતા ભટકતા પાગલ અનાથ ભૂખ્યા દુઃખયા માણસોને ગોતી ગોતી ને પેટ ભરી ને ભોજન અપાય છે.

વર્તમાન સ્થિતિ મહામારી કોરોના વાયરસના લીધે લોક ડાઉન કરવામાં આવ્યુ છે. ત્યાંરે ભૂખીયા દુઃખયા પાગલ અનાથ લાચાર એકલ દોકલ રખડતા ભટકતા માણસો નું કોણ? તેને ભોજન આપે કોણ તેવી વાતને ઘ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા નિલિપ્તરાય  એ એસ પી અગ્રવાલ ડી વાય એસ પી ચૌધરીની સૂચનાથી શ્રી પીઆઈ વસાવા  ડોડીયાએ સારામાં સારા ભોજન આપવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે આ કામગીરી પોલીસ ડિપાર્ટમેન્ટની ઠેર ઠેર પ્રશંશા થવા લાગી છે.

લોકડાઉનની સ્થિતિ માં કોય કાળો કાગડો પણ બહાર ન નીકળે ત્યારે બિચારા લાચાર પાગલ વિગેરે બાબત ના મોતાજ માણસોને એક માનવતાના ધોરણે પોલીસે ભોજન ખવડાવવા નું આ માનવતા નું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. તે પોલીસનું માનવતાનું કામ કરવામાં આવેલ છે તે કાર્યના વખાણ કરો એટલે ઓછા પડે તેમ છે.

કારણ કે એકતો ગોતી ગોતીને જમાડવું અને વળી માંગે તે આપવું અને જયાં સુધી જમે ત્યાં સુધી પાસે બેસવું એ રીતની જિલ્લા પોલીસની સૂચના મુજબ સાવરકુંડલા શહેર અને તાલુકા પોલીસ સરાહનીય સેવા નુંકામ હાથ ધારીયું છે જે કાર્ય ને લોકોએ વખાણ કરે છે.

(12:50 pm IST)