Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જૂનાગઢમાં પોલીસનો માનવીય અભિગમઃ બંદોબસ્ત સાથે સેવાકીય કાર્યવાહી

ઝૂંપડામાં અને ફૂટપાથ પર રહેતા લોકો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવ્યું

જૂનાગઢ,તા.૩૧: જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને 'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ.

ઙ્ગહાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે કપરાં સંજોગો સર્જાયા છે, ત્યારે આવા હેન્ડ ટું માઉથ લોકો માટે દિવસો કાઢવા દુષ્કર બનેલા છે. આવા સમયે જૂનાગઢ હેડ કવાર્ટરના ડીવાયએસપી આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા બંદોબસ્ત અને કાયદાના અમલ કરાવવાની સાથે આવા જરૂરિયાત મંદ લોકોને જમવાનુ અને નાસ્તો પૂરો પાડી, અનોખી સેવા નો યજ્ઞ ચાલુ કર્યો છે.

ઙ્ગ જૂનાગઢ હેડ કવાર્ટર ના ડીવાયએસપી આર.વી.ડામોર ના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ સ્ટાફના ધ્યાન ઉપર મજૂરી કરતા લોકોની પરિસ્થિતિ આવતા, જૂનાગઢ હેડ કવાર્ટરના આરએસઆઇ પિયુષ જોશી, એ.એસ.આઇ. મહાભારત, નાજાભાઈ, પો.કો. અરજણભાઇ, મહિલા પો.કો. અંજનાબેન, મીતાબેન સહિતના સ્ટાફ દ્વારા જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ ઉપર રહેતા મજૂરોના ઘરોમાં છોકરાઓ સહિતનાને ખિચડી શાક બનાવી, જમવાનું આપી, બંદોબસ્તની સાથે સેવાકીય કાર્યવાહી કરવામાં આવતા, ઝૂંપડામાં તથા ફૂટપાથ ઉપર વસતા મજૂરો અને છોકરાઓ ભાવ વિભોર થયેલ હતા. પોલીસની સહિષ્ણુતા ભરી કામગીરીથી ઝૂંપડામાં વસતા લોકોના માનસપટ ઉપર એક અલગ જ છાપ પાડી હતી. કોરોના ના કહેર સામે લડતા લોકોની પડખે રહી, લોક ડાઉન નો અમલ કરાવવાની બંદોબસ્તની કપરી કામગીરી ની સાથે સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જરૂરિયાત મંદોની સાથે રહી, મદદ કરવાની સેવાકીય કાર્યવાહી થી ઝૂંપડામાં વસતા લોકોને પણ કોરોના વાયરસ સામે લડવાનું બળ પૂરું પાડવામાં આવેલ છે. હેડ કવાર્ટર પોલીસ દ્વારા આ કાર્યવાહી જયારથી લોક ડાઉન ચાલુ થયું ત્યારથી શરૂ કરવામાં આવી છે

ઙ્ગ જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં ભોજન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્ત્।રદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસે સાર્થક કર્યું હતું.

(12:46 pm IST)