Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જામનગરમાં શાકભાજી મળી રહે તે માટે હાપા માર્કેટીંગ યાર્ડ દ્વારા વ્યવસ્થા

જામનગરઃ કોરોનાના કહેર વચ્ચે જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રોજિંદા જરૂરી શાકભાજી માટે વહેલી સવારે હાપા નજીક ભરાતી જથ્થાબંધ શાકમાર્કેટને હાપા માર્કેટિંગ યાર્ડમાં કમિશનર સતીશ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે હેતુથી તંત્રના અધિકારીઓ દ્વારા શાકભાજી લઈને આવતા વેપારીઓને અલગ-અલગ અંતરે ઉભા રહેવા દેવામાં આવ્યા છે અને શાકભાજી ની હરાજી થઈ રહી છે. શાકભાજીના ભાવમાં પણ મન ફાવે તેમ લૂંટફાટ ન થાય તે માટે કલેકટર રવિશંકર દ્વારા ખાસ શાકભાજીના ભાવ નું પણ નિયંત્રણ કરવા સતત તંત્ર દ્વારા નજર રખાઇ છે અને રોજિંદા ભાવતાલ પણ નક્કી કરવામાં આવ્યા છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરો કિંજલ કારસરીયા જામનગર)

(12:45 pm IST)