Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પોરબંદરમાં લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી નિરીક્ષણઃ જાહેરનામાનો ભંગ કરનારા સામે પગલા

પોરબંદર, તા.૩૧: લોકડાઉન દરમ્યાન પોલીસ ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરીને જાહેરનામાનો ભંગ કરનારા સામે પગલા લેવાનું શરૂ કરેલ છે.

કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા તંત્ર દ્વારા પોરબંદર મા લોકડાઉન જાહેર કરાયું છે તેમ છતાં અનેક લોકો કામ સિવાય પણ શહેર ના વિવિધ વિસ્તારો મા ટહેલવા નીકળી પડે છે .તંત્ર દ્વારા અનેક વખત અપીલ કરવા છતાં તેનું પાલન ઘણા લોકો કરતા નથી આથી આવા લોકો ને ઝડપી લેવા માટે હવે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરા ની મદદ લેવામાં આવી છે. શહેરમા હવે દરેક આવતા જતા વાહનો અને લોકો પર ડ્રોન ની નજર રાખવામાં આવી છે આજે ડ્રોન તરતું મુકાયા ની થોડી મીનીટો મા જ અનેક લોકો તેમાં ઝડપાઈ ગયા હતા જેની પુછપરછ કરતા અલગ અલગ બહાના કાઢતા નજરે ચડતા હતા. પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે બિન જરૂરી રીતે ફરવા કે ટહેલવા નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમના વાહનો પણ ડીટેઈન કરવામાં આવશે જેથી બિન જરૂરી બહાર ન નીકળવા સ્પષ્ટ સુચના અપાઈ છે. પોરબંદર મા કોરોના નો એક કેસ પોઝીટીવ આવ્યા બાદ હવે લોકો સ્વેચ્છા એ કામ સિવાય બહાર ન નીકળે તે તેમના ઉપરાંત સમગ્ર શહેરના હિતમાં છે. લોકોએ બહાર ન નીકળવા સૂચના અપાઇ છે.

(11:40 am IST)