Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિરે મજૂરોને આશરો અપાયો

જૂનાગઢ તા.૩૧ : પરપ્રાંતથી મજૂરી અર્થે ગુજરાત આવીને મજૂરો હેરાનપરેશાન થઇ ગયા છે. શેઠીયાઓ અને કોન્ટ્રાકટરો દ્વારા મજૂરોને છુટા કરી દેવાતા મજૂરો રજડી પડયા હતા અને પગપાળા જૂનાગઢ આવી પહોચ્યા હતા. ગત રાત્રે ૨૦૦ થી વધુ મજૂર પરિવારોને વહીવટીતંત્રના હુકમને આધીન જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આશ્રીત કરેલ હતા. સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલના આચાર્ય મહારાજ અને લાલજી મહારાજશ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અનુસાર પરપ્રાંતીય મજૂરોને ગત રાત્રે પ્રસાદ લેવડાવી સવારે નાસ્તો અને બપોરે ભોજન પ્રસાદ બાદ હાલ આજે રાત્રીનો પ્રસાદ લેવડાવી માદરે વતન જવા રવાના કરેલ છે.

વહીવટીતંત્ર જૂનાગઢ કલેકટર કમિશ્નર ડીડીઓ એસપીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિરના કોઠારી શાસ્ત્રી પ્રેમસ્વરૂપ દાસજીના સહયોગથી સ્વામીનારાયણ મુખ્યમંદિર ખાતે ૨૦૦ થી વધુ પરપ્રાંતીય મજૂર પરિવારને આશ્રમય અપાયો હતો જેને એક રાત્રે અને એક દિવસ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા કરી અપાઇ હતી. ગઇરાત થી આજ રાત સુધી મજૂરોને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી હતી. વહીવટીતંત્રના આદેશ મુજબ મામલતદારના માર્ગદર્શન હેઠળ તમામ પરપ્રાંતીય આશ્રીતોને સ્વામીનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પ્રેમસ્વરૂપદાસજી અને સમગ્ર ટ્રસ્ટી મંડળના આદેશ અનુસાર ઋષિ ભગતના દેખરેખ હેઠળ તમામ પદયાત્રીઓને ભોજન કરાવી માદરે વતન જવા રવાના કરેલ છે. જેમાં એસટી વિભાગની ચાર બસો મુકવામાં આવી હતી.

(11:36 am IST)