Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જુનાગઢ સિવિલમાં હજુ સ્થાનિક યુવાન અને વેરાવળની વ્યકિત સારવારમાં

કોરોનાને લઇ જેલનાં ૭૬ કેદીઓને જામીનઃ ૧૧પ લોકોએ ૧૪ દિવસનો હોમ કવોરન્ટાઇન પૂર્ણ કર્યો

 જુનાગઢ તા. ૩૧: જુનાગઢ સિવીલ હોસ્પિટલમાં હજુ સ્થાનિક યુવાન અને વેરાવળની એક વ્યકિત આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

ડીડીઓ પ્રવીણ ચૌધરીનાં જણાવ્યા મુજબ દુબઇથી જુનાગઢ આવેલા એક યુવાનનાં બ્લડ સેમ્પલ પૃથ્થકરણ માટે ભાવનગર ખાતે મોકલવામાં આવેલ છે. જેનાં નેગેટીવ રિપોર્ટની આશા સેવાઇ રહી છે.

જયારે વેરાવળની એક વ્યકિતને જુનાગઢ સિવીલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ છે.

સોમવારે ૧૧પ લોકોએ તેમનો ૧૪ દિવસનો હોમ કવોરન્ટાઇન પૂરો કર્યો છે અને નવી ૮૩ વ્યકિતને હોમ કવોરન્ટાઇન રાખવામાં આવેલ છે.

આમ જુનાગઢ શહેર અને જિલ્લામાં સદનસીબે હજુ એક પણ પોઝીટીવ કોરોના કેસ નોંધાયો નથી.

બીજી તરફ કોરોના મહામારીને લઇ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ જુનાગઢ જિલ્લા જેલનાં ૭૬ કેદીને બે માસનાં પેરોલ આપવામાં આવેલ છે.

કોરોના વાયરસને અટકાવવા અને લોકડાઉન પાલન માટે તંત્ર પગલા લઇ રહેલ છે આમ છતાં છુટનાં કલાકો દરમ્યાન જુનાગઢમાં શાક માર્કેટ, દાણાપીઠ, ડેરી, જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ખાતે ભીડ ન થાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.

(11:33 am IST)