Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકડાઉનમાં માનવતા મહેકી : સેવાકીય કાર્યોનો ધમધમાટ

વાંકાનેરમાં સેવાભારતી દ્વારા જરૂરિયાતમંદોને ખાદ્યસામગ્રીની કીટનું વિતરણ જામજોધપુર અને જામકંડોરણામાં  ભૂખ્યાઓને ભોજન ધોરાજીમાં ફૂડ પેકેટ : લોધિકામાં મજૂરો માટે ભોજન વ્યવસ્થા ઉપલેટામાં પોલીસ અને પત્રકારો દ્વારા માસ્ક અને સેનેટરાઇઝનું વિતરણ

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કહેર સામે લોકડાઉન દરમિયાન સેવાભાવી સંસ્થાઓએ માનવતા દાખવીને રોજનું કમાઇને રોજનું ખાતા શ્રમિકો તથા જરૂરીયાતવાળા વર્ગને ખાદ્ય સામગ્રીની કીટ, અનાજની કીટ, ભૂખ્યાઓ માટે ભોજન વ્યવસ્થા કરીને માનવતાની મહેક ફેલાવી છે. વાંકાનેરમાં સેવાભારતી દ્વારા જરૂરીયાતમંદોને ખાદ્યસામગ્રીની કીટ તેમજ ધોરાજી અને જામકંડોરણામાં ભૂખ્યાઓ માટે ભોજન અપાયેલ. ધોરાજીમાં ફૂડ પેકેટ તેમજ લોધિકામાં મજૂરો માટે ભોજન વ્યવસ્થા કરાયેલ તેમજ ઉપલેટા પોલીસ અને પત્રકારો દ્વારા માસ્ક અને હેન્ડ સેનેટરાઇઝરનું વિતરણ કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર કચ્છમાં નામી અનામી સંસ્થાઓ દ્વારા સેવાકીય કામગીરીનો ધમધમાટ શરૂ થયેલ છે.

(11:32 am IST)