Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉન દરમ્યાન કચ્છના ગ્રામીણ બીમાર વૃદ્ઘ મહિલાની મદદે પહોંચ્યા પશ્ચિમ કચ્છના ડીએસપી સૌરભ તોલંબિયા

ભુજ,તા.૩૧:  પશ્ચિમ કચ્છના ડીએસપી સૌરભ તોલંબિયા જયારે લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા તે દરમિયાન તેમને મુન્દ્રાના એક પત્રી ગામમાં એકલા રહેતા એક ૭૬ વર્ષીય વૃદ્ઘ મહિલા બીમાર હોવાનું જાણવા મળ્યું,સ્થાનિક પોલીસ અધિકારી ની મદદ થી આ આઇપીએસ અધિકારી સૌરભ તોલંબિયાએ તાત્કાલિક બીમાર વૃદ્ઘ મહિલા માટે દવા લીધી અને તે દવા લઈને તેઓ જાતે પત્રી ગામમાં પહોંચ્યા. જયાં તેમણે આ બીમાર વૃદ્ઘાને દવાઓ આપીને કોઈ પણ જરૂરિયાત હોય તો સ્થાનિક પોલીસ અથવા પોતાનો સંપર્ક કરવા જણાવ્યું,એક પોલીસ અધિકારી ની આ છબી જોઈ બીમાર વૃદ્ઘા ના આંખે પાણી આવી ગયા કે આજે બીમારી માં પોલીસ તેમના વ્હારે આવી.ઉલ્લેખનીય છે પશ્યિમ કચ્છ પોલીસ અધિક્ષક આઇપીએસ સૌરભ તોલંબિયા અનેક વખત ભૂતકાળ માં પણ નિરાધાર અને મુશ્કેલી માં ફસાયેલા લોકો ની વ્હારે આવી તેમની મદદ કરવા છેવાડાના કચ્છ ના વિસ્તારો સુધી દોડી ગયા છે. સલામ છે, ગુજરાત ના આ લાગણીશીલ IPS અધિકારી અને પશ્યિમ કચ્છના ડીએસપીને.

(11:29 am IST)