Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના સામે નાગરિકોને રક્ષણ માટે

વડિયાની ૩૦ સખી બહેનોએ ફટાફટ ૨૧૦૦૦ માસ્ક બનાવ્યા

અમરેલી, તા. ૩૧:વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસના કારણે માસ્ક બનાવી રાષ્ટ્રીય, સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવતા અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનાં ઙ્ગ૬ સખી મંડળના ૩૦ બહેનો દ્વારા કોરોના વાયરસનો ચેપ ફેલાય નહીં તેની તકેદારીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારની સૂચનાથી તથા પી.એમ.ડોબરિયા નિયામકશ્રી- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- અમરેલી તથા જીલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રી કિરણભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ મિશન મંગલમ યોજના તળે સખીમંડળની બહેનોને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા સિલાઈકામની તાલીમ લીધેલ બહેનોને માસ્ક બનાવવાનું કામ સોપાયું છે. અમરેલી જીલ્લામાં હાલ સુધીમાં સખી મંડળની ૩૦ બહેનો દ્વારા ૨૧૦૦૦ જેટલા માસ્ક બનાવવામાં આવેલ છે.

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનાં જય ગુરુ સ્વસહાય જૂથ ગામ – લુણીધાર તથા પહેલ ગ્રામ સંગઠન હંસાબેન નાથાભાઈ જાદવ આગેવાની હેઠળ સખીમંડળની ૩૦ જેટલી બહેનો દ્વારા રાત દિવસ કામ કરીને ૨૧૦૦૦ જેટલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવેલ છે.તેમજ જો કોઈ માસ્કની ખરીદી કરવા માંગતું હોય તો તાલુકા લાઇવલીહુડ મેનેજર કુંકાવાવ વડીયા શ્રી યાશ્મીનબેન બાલાપરીયાનો ૯૦૯૯૯૫૫૩૯૮ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

કોરોનાની મહામારીના સમયમાં બજારમાં માસ્કની તંગી વર્તાય છે ત્યારે આ સખી મંડળની બહેનોએ દિવસ –રાત કામ કરીને માસ્ક બનાવી આપ્યા છે. આમ તેવોએ સવેતન સેવા સાથે રાષ્ટ્ર સેવા કરીને પોતાની ફરજ બજાવી છે જે સરાહનીય છે.

(11:28 am IST)