Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના વાઇરસના પડકાર સામે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર તાલુકામાં ૮૦૦ બેડ સાથે કવોરોન્ટાઇન રૂમો તૈયાર થયા

કોરોના સંદર્ભે તંત્રએ કરેલી તૈયારીની વિગતો આપતા જિલ્લા કલેકટર ડો.મીના : જિલ્લામાં ૧ એપ્રિલથી લોકોને વિનામૂલ્યે અનાજનો જથ્થો અપાશે

ખંભાળીયા,તા.૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોના વાયરસ રોગના અનુસંધાને લોક ડાઉન તથા કલમ ૧૪૪ હેઠળ જાહેરનામુ અમલી છે. જે માટેનો ચુસ્ત અમલ કરવા તથા કોરોના સામે લડત આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સરકારી તંત્ર સક્રિય અને સતત જાગૃત રહ્યું છે.આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીણાએ એક પત્રકાર પરિષદમાં આ અંગેની વિવિધ માહિતીઓ આપી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  કુલ ૫૬૪ બહારથી અત્રે આવેલી વ્યકિતઓ નું કોરોના સંદર્ભે પ્રાથમિક ચેકીંગ કરાયું છે. જે પૈકી ૪૫૨ વ્યકિતઓ વિદેશથી આવ્યા હતા જયારે ૧૧૨ લોકો અન્ય રાજયમાંથી આવ્યા હતા. આ પૈકી ૫૧ વ્યકિતઓનો ૧૪ દિવસ ફોલો અપ પીરીયડનો પૂર્ણ થઇ ગયો છે. તેથી તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ જિલ્લામાં ૩૬૨ વ્યકિતઓ હોમ કવોરોન્ટાઈનમાં છે જયારે પાંચ વ્યકિતઓને સરકારી કવોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

 આ ઉપરાંત સલાયા પંથકમાં દુબઈ સહિતના વિદેશથી ખાનગી બોટ મારફતે આવેલા કુલ ૧૩૦ વ્યકિતઓને ૮ બોટમાં બોટ કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેઓની જમવા સહિતની તમામ વ્યવસ્થા દરિયા વચ્ચે જ બોટમાં તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. હાલ જિલ્લામાં દ્યરે-દ્યરે તબીબી ચકાસણીની આઈ.ડી.એસ.પી. સર્વેની કામગીરી ૯૮ ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના  ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ૬૫ બેડ તથા દસ વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અત્રેની ખાનગી હોસ્પિટલ સાકેત હોસ્પિટલમાં પણ કોરોના અંગેનીઙ્ગ સારવાર આપવાની તમામ તૈયારીઓ કરાઈ છે.

ખંભાળિયા નજીકના કુવાડીયા ગામે આવેલી આદર્શ સરકારી શાળામાં ૨૦૦ બેડ સાથેનોઙ્ગ કવોરોન્ટાઈન રૂમ તૈયાર કરાયો છે, જયાં હાલ ૫ વ્યકિતઓ સારવાર લઈ રહ્યા છે. હવે જિલ્લાના અન્ય ત્રણ તાલુકા મથકો દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુર ખાતે પણ ૨૦૦-૨૦૦ બેડનાઙ્ગ કવોરોન્ટાઈન રૂમ તૈયાર કરવામાં આવનાર છે.

હાલ લોક ડાઉનની પરિસ્થિતિમાં ગરીબો અને શ્રમિકો અને રોજીરોટી તથા જમવાની સમસ્યા ઉદ્દભવી રહી છે. આ માટે તંત્રએ રીતે નક્કર કામગીરી કરી, ઔદ્યોગિક એકમો વિગેરે પાસેથી આશરે ૭૫૦૦ નંગ અનાજની કીટ મેળવવા માટેની કામગીરી કરી છે. જે પૈકી હાલ પંદરસો કીટ તંત્રને મળી ગઈ છે. આગામી સમયમાં જરૂર પડ્યે ગરીબો માટે અન્ય કીટ મળી રહેશે. જે આપવાની કામગીરી હાથ ધરાશે.

હાલ બંધની પરિસ્થિતિમાં ઔદ્યોગિક એકમોના કામદારો તથા છૂટક મજૂરી કરનાર તમામ લોકોને જમવાની સમસ્યા ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરો પ્રયાસ હાથ ધરાશે.  જિલ્લાના તમામ તાલુકાઓમાં આશ્રિતોને રહેવા માટે સરકારી તંત્ર દ્વારા સેલટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ખંભાળિયામાં ચાર સ્થળે તથા સલાયા, કલ્યાણપુર, દ્વારકા, ઓખા, મીઠાપુર, વિગેરે સ્થળોએ સેલટર હોમ બનાવવામાં આવનાર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા માટેના સૌથી મોટું અનુદાન મીઠાપુરની ટાટા કેમિકલ્સ કંપની દ્વારા રૂપિયા પચાસ લાખનું જિલ્લા કલેકટરને મળ્યું છે. આ ઉપરાંત અન્ય ઔદ્યોગિક એકમો દ્વારા પણ નોંધપાત્ર રકમ રાહત ફંડમાં આપવામાં આવનાર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી. આથી અન્ય જિલ્લાઓમાંથી આ જિલ્લામાં ઈમરજન્સી સિવાય ઇન્ટર ડિસ્ટ્રિકટ ટ્રાન્સમિશન બંધ રાખવાનો મહત્ત્।મ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ટાટા કેમિકલ્સ કંપનીના સહયોગથી સાંભળેલી અને કોરોના સામે સંભવિત રીતે ફાયદારૂપ સાબિત થનાર કેમિકલ સાથેની દવાનો છંટકાવ હાલ સરકારી હોસ્પિટલોમાં, સરકારી કચેરીઓમાં, તથા જાહેર માર્ગો પર કરવામાં આવી રહ્યો છે. આ દવાનો છંટકાવ જિલ્લામાં મોટા ભાગે તમામ સ્થળોએ કરી રોગ સામે લડત આપવા માટે તંત્રની પૂરી તૈયારી છે.

આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે હાલ કોરોના સંદર્ભેના જાહેરનામાના ભંગના ૧૩૮ તથા ૧૨ હોમ કવોરોન્ટાઈન અંગેના ગુનાઓ અને બે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતના ગુના દાખલ થયા છે. આ ઉપરાંત જાહેર માર્ગો પર લોકો કામ વગર બહાર નીકળે તે માટેની વ્યવસ્થા વચ્ચે પેટ્રોલિંગ સાથે ડ્રોનની સેવાઓ હાલ લેવામાં આવી રહી છે. જે દરમિયાન વધુ ચાર ગુનાઓ ડ્રોનની મદદથી નોંધાયા છે. આ ઉપરાંત ૫૦ થી વધુ ટુ વ્હીલર કારણ વગર નીકળતા ગુના નોંધાયા છે. જિલ્લામાં એસ્સાર કંપની તથા ખંભાળિયામાં રિલાયન્સ સર્કલ તથા કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે ખાસ ચેક પોસ્ટ મારફતે બારગામનું મુમેન્ટ અટકાવવા તથા ઇન્ટર ડીસ્ટ્રીક મૂવમેન્ટ સામે સધન ચેકિંગ હાથ ધરાયું છે.ઙ્ગ

આ દરમિયાન જરૂરી માલસામાન તથા મંજૂરીવાળા વાહનોને છૂટછાટ આપવામાં આવી રહી છે. લોકો જાહેરનામાનો ચુસ્ત રીતે અમલ કરે અને મુસાફરી ટાળે તે માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદએ લોકોને અપીલ કરી છે.

લોકોને વિનામૂલ્યે અનાજનો જથ્થો  વિતરણ કરાશે

આ બેઠકમાં ઉપસ્થિત રહેલા પુરવઠા અધિકારી અને નિવાસી અધિક કલેકટર કે.એમ જાનીએ જણાવ્યું હતું કે એપ્રિલ માસ નો લોકોને મળવા પાત્ર જથ્થો તારીખે ૧ થી ૩ સુધીમાં લોકોને વિતરણ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ મળવાપાત્ર વિનામૂલ્યે અનાજનો જથ્થો પૂરો પાડવા જુદા જુદા સ્થળોએ પોલીસ તથા આગેવાનો અને શિક્ષકોની હાજરીમાં તેમજ જાહેરનામાનો પાલન કરી બે વ્યકિતઓ વચ્ચેનું અંતર જાળવવા સહિતના મહત્વના મુદ્દાને ધ્યાને લઇ ત્રણ દિવસમાં સંપન્ન થાય તે માટેનો પ્રયાસ રહેશે. આ માટે બાયોમેટ્રિકમાંથી પણ લોકોને મુકિત આપવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા કલેકટર ડાઙ્ખ. નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. જાડેજા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાનિ, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ પ્રીન્ટ તથા ઇલેકટ્રોનિકસ મિડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

(11:27 am IST)