Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મોરબીની સિવિલ હોસ્પિટલમાં સલામત અંતરે ઉભા રહેવાના નિયમોનો ભંગ : લાંબી લાઇનો

મોરબી, તા. ૩૧ : કોરોના લોકડાઉનની અમલવારી માટે પોલીસ ટીમો ખડેપગે તૈનાત છે ખોટા આંટાફેરા કરનાર અને ટોળે વળતા લોકો સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરાઈ રહી છે તેમજ મોરબી શાકમાર્કેટમાં ગીચતાના પ્રશ્નને ઉકેલવા શાકમાર્કેટ પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શિફ્ટ કરાઈ છે અને સલામત અંતરના વર્તુળો શાકમાર્કેટ, કરીયાણા દુકાનો અને દવાની દુકાને બનાવ્યા છે જોકે મોરબીની સીવીલ હોસ્પિટલમાં જ સરકારી નિયમોનું પાલન કરવામાં આવતું નથી સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે દવાની બારીએ લાંબી લાઈનો લાગી હતી અને જે સલામત અંતરના વર્તુળો આખા શહેર અને જીલ્લામાં બનાવ્યા છે તેની અહી કોઈ જ વ્યવસ્થા નથી તેવી ફરીયાદો ઉઠી છે.

સિવિલ હોસ્પિટલમાં જ કોરોનાના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ કાર્યરત છે તેમજ અહી બીમાર દર્દીઓની સતત અવરજવર રહેતી હોય તેવી સ્થિતિમાં સોશ્યલ ડીસટન્સ જળવાતું ના હોય જેથી સિવિલ હોસ્પિટલ તંત્ર આ બાબતે ગંભીરતા દાખવે તે જરૂરી છે અને સરકારી હોસ્પિટલમાં જ નિયમોનું પાલન થતું ના હોય તેવી ફરીયાદો ઉઠી છે.

(11:26 am IST)