Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ હોસ્પિટલમાં પરિસ્થિતીની સમીક્ષા કરી

જસદણ,તા. ૩૧: પાણી પુરવઠા પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને આઇસોલેશન સહિતની વિવિધ પરિસ્થિતિની જાત તપાસ કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે જસદણ પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર, જસદણ પી.એસ.આઇ નિકુંજભાઈ જોશી, ડોકટર મૈત્રી, ભાજપ અગ્રણી કાર્તિકભાઈ હુદડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો તાત્કાલિક જણાવવા અનુરોધ કર્યો હતો. કોરોના સામેની લડાઈમાં સોશિયલ સાયન્સના ભાગરૂપે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા જાતેઙ્ગ સરકારી ગાડી ડ્રાઇવિંગ કરીને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

(11:24 am IST)