Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

બોટાદમાં સેવાભાવીઓ દ્વારા ભુખ્યાને ભોજન

બોટાદ,તા.૩૧: બોટાદના કરણી સેના, ગૌ રક્ષકો, સુર્યસેના, કાઠી ક્ષત્રિય સેના, ઈન્ટરનેશનલ જૈન પેગંબવ ફાઉન્ડેશન, શિવસેના , વિગેરે સંગઠનો દ્વારા બહાર ના દાહોદ ગોધરા બાજુના નિરાધાર ગરીબ મજુરો કે જેને અત્યારે કામ ધંધો બંધ હોય તેવા લોકોને અગાઉ પણઙ્ગ જીવન જરૂરીયાતની વસ્તુઓ નુ વિતરણ કરવામાં આવેલ અને જયાસુધી આ લોકડાઉન રહેશે કામ ધંધા બંધ રહેશે.

ત્યાં સુધી આ સેવા કાર્યચાલુ રહેશે આજે પણ બોટાદના ગૌ રક્ષક સામતભાઈ જેબલીયાની આગેવાનીમાં ઝરીયાના કનુભાઈ ભોજક, તથા ગાયત્રી નગરના અમિરાજભાઈ ધાધલ, તથા ઝરીયાના જગુભાઈ ભોજક વિગેરે યે ગરીબ લોકોના ઠેકાણે જઈ ગરીબ લોકોને સેનેટાઝરથી હાથ ધોવરાવી માસ પહેરાવી નાસ્તો બિસ્કીટ વેફર ચવાણું વિગેરે વસ્તુનુ વિતરણ કરેલ અને હજી જરૂરીયાત મંદોને જીવન જરૂરીયાત વસ્તુ ની કિટનુ વિતરણ કરવામાં આવશે અને તે માટે બોટાદના બિલ્ડર રણજીતભાઇ બાદુરભાઈ વાળા એ પણ આવા સેવાકીય કાર્યમાં પુરો સહયોગ આપશે જોકે રણજીતભાઇ વાળા તરફથી સેવાકાર્ય ચાલુ જ છે તો બોટાદ શહેર કે આજુબાજુમા આવા જરૂરીયાત મંદ ગરીબ મજુરને ખાવાપીવાની તકલીફ હોય તો બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ ના મો,ન,૯૮૨૪૩ ૯૦૧૩૩ તથા ઝરીયાના કનુભાઈ ભોજક મો,ન, ૯૯૯૮૩ ૮૭૧૧૧ તથા બોટાદના અમિરાજભાઈ ધાધલ મો.નં.૯૩૨૭૬ ૮૩૬૫૯ ઉપર ફોન કરવા જણાવાયું છે.

(11:22 am IST)