Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ધોરાજી જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી : ૭૯ મોટરસાયકલ ડિટેઇન

ધોરાજી,તા.૩૧ : ધોરાજીમાં કોરોના વાઇરસ ના કહેર વચ્ચે લોક ડાઉન જાહેરનામું બહાર પાડેલ હોય ત્યારે ધોરાજીમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ થતો હોય જેથી રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સૂચનાથી રાજકોટ રૂરલ એલસીબીના પીઆઇ એમ.એન રાણા તથા તેની ટીમ ધોરાજી ખાતે આવતા ધોરાજીના વિવિધ માર્ગોઉપર એક સાથે પાંચ પોલીસ વાહન સાથે પેટ્રોલિંગ હાથ ધરી આ સમયે જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી પીએસઆઇ વસાવા મહિલા પી.એસ.આઇ સહિતનો સ્ટાફ ધોરાજી શહેરના તમામ વિસ્તારો માં પેટ્રોલીંગ હાથ ધરી જાહેરનામાનો ભંગ કરનાર  મોટરસાયકલ ચાલકોને રોકે છે.

તેમની સામે જાહેરનામા ભંગ નો ગુનો નોંધી તેમજ ૭૯ મોટરસાયકલ ચાલકો સામે ફકત કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કર્યા હતા તેમજ ૧૮૮ ને કલમ હેઠળ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. એલસીબીના પીઆઇ એમ એન રાણા એ જણાવેલ કે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સૂચનાથી સમગ્ર રાજકોટ જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર ૧૬ શખ્સોની ધરપકડ કરી હતી તેમજ એમ.વી.એકટ વેધર ૪૨૨ વાહનચાલકો  સામે  કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ નિરાધાર પરપ્રાંતીય મજૂરોને બહાર કાઢી નાખવાના ગુનામાં ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:21 am IST)