Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની સેવાભાવના

જૂનાગઢ : જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ મંદિર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવા માટે ૭૫૦ કિલો વજનની ૧૦૦ કીટ તૈવાર કરાઇ છે. આ કીટમાં ઘઉંનો લોટ, તેલની બોટલ, મગદાળ, તુવેરદાળ, ખજૂર અને દાળીયાનો સમાવેશ થાય છે. ઉપરાંત જરૂરીયાતમુજબ હજુ વધુ કીટ તૈયાર કરાશે. રાધારમણદેવ વહીવટી સમિતિ તરફથી સંતો હરિભકતોના સહયોગથી આ કીટ તૈયાર કરી જૂનાગઢ મનપાને અપાઇ છે. જેથી વહીવટીતંત્રની વ્યવસ્થા મુજબ આ કીટ સાચા લાભાર્થી સુધી પહોચી શકે તેમ કોઠારી સ્વામી વેદાંતાચાર્ય પ્રેમસ્વરૂપદાસજીએ જણાવેલ હતુ. ઉપરાંત કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉન સ્થિતિમાં બહારના ૧૨૫ જેટલા શ્રમિકોને સ્વામિનારાયણ મંદિર સામે ઉતારા વ્યવસ્થામાં રાખી સવારે નાસ્તો અને બપોરે સાંજના ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ મુખ્ય સ્વામીનારાયણ મંદિર દ્વારા કરાઇ હોવાનુ કોઠારી સ્વામીએ વધુમાં જણાવેલ હતુ. તસ્વીરમાં તૈયાર કરેલી કીટ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા)

(11:21 am IST)