Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પોરબંદરમાં કોરોના પોઝીટીવ કેસના મહિલાની દુબઇથી આવેલી પુત્રી સહિત ૭ વ્યકિતઓના કોરોનાના નેગેટીવ રીપોર્ટ

પોરબંદર,તા.૩૧: કોરોના પોઝીટીવ કેસની મહિલાના પરિવારની પુત્રી સહિત કોરોના શંકાસ્પદ કેસોમાં ૭ વ્યકિતઓના નેગેટીવ રિપોર્ટ આવેલ છે.

શંકાસ્પદ કેસમાં ૭ વ્યકિતઓને ભાવસિંહજી સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને રિપોર્ટ રાજકોટ મોકલ્યા હતા. જે તમામ ૭ વ્યકિતઓના કોરોનાના રિપોર્ટ નેગેટીવ આવેલ.

કોરોના પોઝીટીવ કેસના મહિલાની પુત્રી દુબઇથી મુંબઇ થઇને પોરબંદર આવેલ ત્યારબાદ તેમની માતાની તબિયત બરોબર ન જમાતા સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ. અને રીપોર્ટ જામનગર સરકારી મેડીકલ કોલેજના મોકલતા તેનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ હતો. જેને લઇને આ મહિલાની પુત્રીનો પણ રિપોર્ટ રાજકોટ મોકલતા નેગેટીવ રીપોર્ટ આવેલ હતો. સાથે શહેરની અન્ય ૬ વ્યકિતઓના કોરોના રિપોર્ટ નેગેટીવ આવેલ છે. શહેરમાં કોરોના પોઝીટીવ કેસની મહિલાને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયેલ ત્યારબાદ કોરોના શંકાસ્પદ કેસ જણાતા સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ. આ મહિલાને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપનાર ડોકટરોને કોરોન્ટાઇન સારવાર અપાય રહેલ  છે.

(11:19 am IST)