Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોનાની વચ્ચે કચ્છના માધાપરમાં આવ્યાં રશિયાથી 12 વિદ્યાર્થી : તમામનો ચકાસણી : કોરોન્ટાઇન કરાયા

કચ્છમાં વિદેશથી આવતાં ભારતીયો માટે માધાપરના યક્ષમંદિરમાં કોરોન્ટાઇનની વ્યવસ્થા

કચ્છમાં વિદેશથી પરત આવેલા સૌથી વધુ NRI ભુજના માધાપરમાં આવ્યાં છે. જેને લઇને આરોગ્ય વિભાગ ખાસ તકેદારીના પગલે તમામ લોકોને કોરોન્ટાઇન કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે લોકો વિદેશથી આવી રહ્યાં છે તેની આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે.

  પ્રાપ્ત મળતી વિગત અનુસાર કચ્છના માધાપરમાં વિદેશથી પરત આવેલા તમામ NRI ની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ ચકાસણી હાથ ધરવામાં આવી છે. માધાપર ખાતે રશિયાથી 12 વિદ્યાર્થીઓ પરત કચ્છ આવ્યાં છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યાર સુધીમાં 1 કેસ પોઝિટિવ સામે આવ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કચ્છમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવામાં આવી રહ્યું છે. માધાપાર ખાતે રશિયાથી આવેલા 12 વિદ્યાર્થીઓને હાલ 14 દિવસ સુધી કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.

 કચ્છમાં વિદેશથી આવતાં ભારતીયો માટે માધાપરના યક્ષમંદિરમાં કોરોન્ટાઇનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અગાઉ આવેલા 9થી વધુ વિદ્યાર્થીઓને યક્ષ મંદિરખાતે કોરોન્ટાઇલ કરવામાં આવ્યાં તેઓનું પણ સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

 કચ્છના આરોગ્ય વિભાગની નિર્ણાયક કામગીરીના કારણે આ વિસ્તારમાં કોરોનાનો કેસમાં કોઇ વધારો થયો નથી. અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ કેસો નોંધાયા છે જે પૈકી 16 નેગેટિવ અને 1 પોઝિટિવ કેસ છે. જ્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોઇ શંકાસ્પદ કેસ પણ નોંધાયો નથી.

(10:16 am IST)