Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

હું ધારૂં તો બધાને કોરોનાનો ચેપ લગાડી શકું એવો ધમકી ભર્યો વીડીયો વાયરલ કરનાર નખત્રાણાના શખ્સની ધરપકડ

ભુજ તા. ૩૧ : કોરોના સંદર્ભે વિવાદિત મેસેજ વાયરલ કરનારાઓ સામે સરકાર તેમ જ પોલીસ તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે. ત્યારે કચ્છમાં એક શખ્સને આવી ભૂલ કરવી ભારે પડી છે. હું ધારૂં તો બધાને કોરોનાનો ચેપ લગાડી શકું છું, એવું કહીને સોશ્યલ મીડીયા પર કલીપ વાયરલ કરનારા શખ્સ પોલીસના પંજામાં દબોચાયો છે.

 

નખત્રાણાના મોટા કાદીયા ગામના અરવિંદ મેઘજી લોચા (ઉ.૪૦) દ્વારા આપત્તિજનક શબ્દો સાથેની વીડીયો કલીપ વાયરલ કરાઈ હતી જે પોલીસ સુધી પહોંચતા તરત જ આવા આપત્તિજનક ઉચ્ચારણ બદલ પોલીસે આ શખ્સની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ધારા હેઠળ ધરપકડ કરી હતી.

(10:15 am IST)