Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જામનગરમાં લોકડાઉન દરમિયાન લોકોને રાહત સામગ્રી વિતરણ કરવા મંજૂરી લેવી ફરજીયાત

મંજૂરી વગર રાહત સામગ્રી પહોંચાડનાર સામે કડક કાર્યવાહી

જામનગર : કોરોના વાયરસ અટકાવવા માટે લાદવામાં લોકડાઉન દરમિયાન શહેરના કેટલાક સેવાભાવી લોકો ભોજનફ્રૂટ પેકેટ જેવી સેવાઓના બહાના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં અવિરત ફરતા રહેતા હોય જેના કારણે લોકડાઉનનું મહત્વ રહેતું નથી, જેથી લોકડાઉનના સમય દરમિયાન લોકોને રાહતસામગ્રી આપવા માટે મંજૂરી લેવી ફરજિયાત છે, તેવી ચેતવણી જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે આપી છે

 સાથો-સાથ ચેતવણી પણ દર્શાવી છે કે જો મંજૂરી વગર આવી રાહત-સામગ્રી પહોંચાડવાની કામગીરી કરશે તો તેવા વ્યક્તિ સામે કડક કાર્યવાહીની સાથે એફ.આઇ.આર નોંધવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું

  જામનગરના શહેરીજનોએ જનતા કરફ્યુને સફળ બનાવ્યા બાદ વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસના જાહેર કરવામાં આવેલા લોકડાઉન  દરમિયાન જામનગર શહેરના લોકો એમાંય ખાસ કરીને સેવાકાર્યોના બહાના હેઠળ વિવિધ વિસ્તારોમાં બિન્દાસ ભ્રમણ કરતા હોવાની અને તેના કારણે વધુ લોકોની ભીડ એકઠી થતી હોવાની ફરિયાદો અવિરત તંત્ર સુધી પહોચતા આજે તંત્રએ આ મામલે સખ્તાઈ દર્શાવી છે, અને જો મંજુરી વિના કોઈપણ રાહતસામગ્રીનું વિતરણ કરશે તો તેના માટે મુશ્કેલભર્યું બની શકે છે

(8:19 pm IST)