Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મહુવામાં ગંભીર અકસ્માતમાં બે શિક્ષિકા સહીત રીક્ષા ચાલકના કરુંણ મુત્યુના સગા સંબંધીના ઘરે મોરારી બાપુએ પહોચીને આ દુઃખદ ઘડીમાં પરીવારજનોને સાંત્વના પાઠવી હતી

દારે સલામ: તા.૩૧,જાન્યુઆરી /પૂર્વ આફ્રિકાનું દેશ તાન્ઝાનિયાની રાજધાની દારે સલામથી મોલાના હસનઅલી રાજાણીએ મહુવા બાયપાસ હાઈવે પર ગઇકાલે વહેલી સવારે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મુત્યુ પામેલા પરિવારજનોને શોક સંદેશ આપતા કહ્યુંકે અમો આફ્રિકા તથા મહુવા રહેતા જલાલી કુટુંબના સમાચાર સાંભળતા ઘણા દિલગીર છીએ અને મરહુમો માટે દુઆએ મગફેરત તથા સગા સંબધીયોને ખુદા શાંતિ આપે તેમ દુઆ ગુઝાર છીએ વધુમાં મોલાના રાજાણીએ કહ્યકે મહુવા બાયપાસ હાઈવે પર ઉમળીયાવદર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત રિક્ષા ચાલક સહિત બે શિક્ષીકાના કરુણ મોત નીપજતાં મુર્તકોના પરિવારજનોમાં તેમજ શહેરીજનોમા શોક છવાયો હતો ત્યાં મોરારી બાપુએ પણ ઝહીર અબ્બાસ જલાલીના ઘરે જઈને તેમની મોહરદાર આજુ ફાતેમાના બિન્તે બાબુભાઈ  અવસાનની આ દુઃખદ ઘડીમાં પરીવારજનોને સાંત્વના પાઠવી હતી

(11:32 pm IST)