Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઝૂલતો પુલ કેસમાં જેલહવાલે કર્યા બાદ મોરબી પોલીસે આરોપી જયસુખ પટેલનો કબજો લીધો.

મોરબીઃ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આગોતરા જામીન અરજીની સુનાવણી પૂર્વે આજે જયસુખ પટેલ કોર્ટમાં હાજર થતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ આપ્યો હતો જેથી જેલહવાલે કર્યા બાદ તપાસ અધિકારીએ આરોપીનો કબજો માંગતા આરોપીનો કબજો પોલીસને સોપાયો છે

મોરબી કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલહવાલે કરવાનો આદેશ કરતા આરોપીને જેલ લઇ જવાયા હતા દરમિયાન મોરબી ડીવાયએસપી દ્વારા કોર્ટમાં આરોપીના કબજાની માંગણી કરતી અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખતા જયસુખ પટેલનો કબજો પોલીસને સોપવામાં આવ્યો હતો અને ડીવાયએસપી ટીમ આરોપી જયસુખ પટેલને ડીવાયએસપી કચેરી લાવી છે

બુધવારે રિમાન્ડની માંગણી સાથે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવશે અગાઉ નવ આરોપી ઝડપાઈ ચુક્યા છે અને જયસુખ પટેલ નાસતા ફરતા આરોપી હતા જે પણ હવે કોર્ટની શરણે આવી ચુક્યા છે જેથી હવે જયસુખ પટેલના રિમાન્ડ કેટલા દિવસના રિમાન્ડ મળે છે તે જોવું રહ્યું.

(11:29 pm IST)