Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મોરબી તાલુકાના રંગપર ગામે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક યુવકની મોરબી તાલુકા પોલીસ દ્વારા ધરપકડ

- વિદેશી દારૂની રૂપિયા ૯૭૫૦ની કિંમતની ૨૬ બોટલ વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીઃ મોરબી તાલુકાના રંગપર ગામે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક યુવકની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસની ટીમ રંગપર ગામની સીમ એ.બી.સી.સીરામીક સામે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા પોતાની હવાલાવાળી રૂપિયા ૧,૦૦,૦૦૦ની મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો કાર GJ-13-CA-3619માં પસાર થતાં પોલીસે તેને અટકાવ્યો હતો અને કારની તલાશી લીધી હતી. જેમાં વિદેશી દારૂની રૂપિયા ૯૭૫૦ની કિંમતની ૨૬ બોટલ વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:17 pm IST)