Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

અજાબના સ્‍વામી વિવેકાનંદ વિધાયાલયના શિક્ષક મોરીની શ્રેષ્ઠ BLO સુપરવાઈઝર તરીકે પસંદગી : જિલ્લા કલેક્‍ટર દ્વારા સન્‍માન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૩૧ : સ્‍વામી વિવેકાનંદ વિદ્યાલયના શિક્ષક શ્રી કે.એન. મોરીની તાલુકાનાં શ્રેષ્ઠ BLO સુપરવાઈઝર તરીકે પસંદગી થતાં જિલ્લા કલેક્‍ટરશ્રી દ્વારા વિશેષ સન્‍માન કરવામાં આવેલ હતુ.

દર વર્ષે ભારત સરકારનાં ચૂંટણી આયોગ દ્વારા ૨૫મી જાન્‍યુઆરીનાં દિવસને રાષ્‍ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે મતદારથી લઈ મતદાન કામગીરી સાથે સંકળાયેલ સમગ્ર તંત્રને પોતાનાં કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારનું વિશિષ્ટ સન્‍માન કરવામાં આવે છે.જેનાં અનુસંધાને સ્‍વામી વિવેકાનંદ વિદ્યાલય-અજાબ હાઈસ્‍કુલનાં શિક્ષક શ્રી કે.એન. મોરીની તાલુકાનાં શ્રેષ્ઠ BLO સુપરવાઈઝર તરીકે તંત્ર દ્વારા પસંદગી થતાં ૨૫મી જાન્‍યુઆરી નાંરોજ કલેક્‍ટર કચેરી ખાતે  કલેક્‍ટરશ્રી રચિત રાજનાં વરદહસ્‍તે  સન્‍માનિત કરવામાં આવતાં શાળા તથાં તાલુકાનું ગૌરવ વધારેલછે.

 શ્રી કે.એન.મોરીની વિશિષ્ટ કામગીરીની નોંધ લઈ ૨૬મી જાન્‍યુઆરીનાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં અજાબ ગામનાં સરપંચ તથા હાઈસ્‍કુલનાં આચાર્ય દ્વારા શાલ ઓઢાડી વિશેષ સન્‍માન કરવામાં આવેલ હતુ. આ તકે શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવેલ છે.

(1:53 pm IST)