Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પોરબંદરમાં જુનિયર કલાર્ક પેપર લીક સામે એનએસયુઆઇ દ્વારા નવતર વિરોધ

પોરબંદર તા. ૩૧ : જુનિયર કલાર્ક પેપર લીક મુદ્દે એનએસયુઆઇ દ્વારા અનોખો વિરોધ, ચડ્ડીબનિયાન પહેરી કલેકટર કચેરીએ રામધુન બોલાવી હતી. એનએસયુઆઇના આગેવાનોએ જણાવેલ કે આ પેપર નથી ફુટયુ નવ લાખ યુવાનોનું ભવિષ્‍ય ફુટયું છે.

જુનિયર કલાર્કની પરીક્ષા યોજવાની હતી પરંતુ આ પરીક્ષાનું પેપર ફુટયું હતું જેથી લાખો યુવાનોનું ભવિષ્‍ય અંધકારમયમાં ધકેલાઇ ગયું હોય એમ યુવાનો હિમ્‍મત હારી ગયા હતા વર્ષોથી યુવાનો પોતાના ભવિષ્‍યને લઇને ચિંતિત હોય છ.ે હજારો રૂપિયાઓ વેડફીને મોઘાઘાટ ટયુશન કલાસીસમાં જતા હોય છે, પરંતુ અંતે તે બધુ તેમના માટે કામ વગરનું થઇ જાય છે. પેપર લીક થવાથી યુવાનોની તમામ મહેનત પર પાણી ફરી વળે છેતેમ એનએસયુઆઇના આગેવાનોએ રોષ સાથે જણાવેલ છે.

(1:48 pm IST)