Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જૂનાગઢની આસ્‍થા હોસ્‍પિટલમાં ડો.સૌમ્‍યા ચિંતન યાદવ (એમ.ડી.પલ્‍મોનોલોજિસ્‍ટ એન્‍ડ એલર્જી ઇમ્‍યુનોથેરાપિસ્‍ટ) દ્વારા એલર્જીની તપાસ તથા કાયમી છુટકારા માટેની સારવાર ઉપલબ્‍ધ

એલર્જીથી પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર : ડો.ચિંતન યાદવ (એમ.ડી. પલ્‍મોનોલોજિસ્‍ટ એન્‍ડ ક્રિટીકલ કેર સ્‍પેશ્‍યાલીસ્‍ટ)

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ,તા. ૩૧: જૂનાગઢની આસ્‍થા હોસ્‍પિટલના ડો. ચિંતન યાદવ (એમ. ડી. પલ્‍મોનોલોજિસ્‍ટ એન્‍ડ ક્રિટીકલ કેર સ્‍પેશિયલિસ્‍ટ)ની  અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ઘણા લોકોને એલર્જી રહેતી હોય છે. અને વાતાવરણ માફક ન આવતા એમને ઘણી બધી શારીરિક તથા માનસિક પીડાનો ભોગ બનવાનુ થતું હોય છે.  જયારે આવી પરિસ્‍થિતિઓમાં  એલર્જીની તપાસ કરવાની થતી હોય છે. તો તેમના રિપોર્ટ બહાર મોકલવાના થતા હતા. હવે એ સગવડતા જૂનાગઢની આસ્‍થા હોસ્‍પિટલમાં કરવામાં આવી છે. અને આ તપાસ ડો. સૌમ્‍યા ચિંતન યાદવ (  એમ. ડી. પલ્‍મોનોલોજિસ્‍ટ એન્‍ડ એલર્જી ઈમ્‍યુનોથેરાપિસ્‍ટ ) દ્વારા કરવામાં આવશે. ડો. સૌમ્‍યા યાદવે બેંગલોર ખાતે એલર્જીના નિદાન અને કાયમી સારવાર માટેની ખાસ તાલીમ મેળવેલ છે.

વિશેષમાં ડો. સૌમ્‍યા ચિંતન યાદવ દ્વારા જણાવવામાં આવેલું છે કે ઘણા ખરા લોકોને લાંબા સમયથી શિયાળો, ઉનાળો કે ચોમાસામાં વાતાવરણની તકલીફને કારણે છીંક આવવી, નાક વહેવું, શરદી, ઉધરસ, આંખમાં ખંજવાળ, લાલાસ, ચામડીની એલર્જી, શીળસ સહિતની અનેક તકલીફોનો ભોગ બનતા હોય છે. આવી પરિસ્‍થિતિમાં એમના રોગની એટલે કે એલર્જીની (subcuteneous સ્‍કિન પ્રિક ટેસ્‍ટ) ની તપાસ કરાવવી જરૂરી થતી હોય છે. આ તપાસ કરવાથી ખબર પડતી એલર્જી માટે sublingual immunotherapy (એલર્જી ની રસી) આપવા માં આવે છે. તેમાં દર્દીઓને કોઈપણ પ્રકારના ઇન્‍જેક્‍શન આપવામાં આવતા નથી. અને એની કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. અને પીડિત દર્દીને આ રસી થી એલર્જીનો કાયમી ઈલાજ થઈ શકે છે. અને ઘરે કરી શકાય તેવી તેમની સારવાર રહેતી હોય છે. જો કોઈ ને એલર્જીની તકલીફ રહેતી હોય તો આસ્‍થા હોસ્‍પિટલના ડો. સૌમ્‍યા ચિંતન યાદવની મુલાકાત લેવા યાદીના અંતે જણાવેલ છે.

(1:42 pm IST)