Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પુનમબેન માડમ દિલ્‍હીમાં

જામનગર તા. ૩૧ :.. સંસદના બજેટ સત્ર દરમ્‍યાન જામનગરના સંસદસભ્‍ય પુનમબેન માડમ નવી દિલ્‍હીમાં ઉપસ્‍થિત હોવાથી તા. ૩૧-૧-ર૦ર૩ થી તા. ૧૩-ર-ર૦ર૩ સુધી બજેટ સત્રના પ્રથમ તબકકા દરમ્‍યાન કામકાજના ઉપરોકત દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી. સંસદના બજેટ સત્ર દરમ્‍યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા અને ભાણવડ ખાતેના સંસદ સભ્‍યશ્રીના કાર્યાલયો સવારે ૯.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય નિયો સ્‍કવેર, ગ્રાઉન્‍ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન ૦ર૮૮ ર૬૭૬૬૮૮, ર૬૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય પોસ્‍ટ ઓફીસ રોડ, ખંભાળીયા (ફોન ૦ર૮૩૩ ર૩૩૩૮૮) તથા ભાણવડ કાર્યાલય વેરાડનાકા બહાર, ભાણવડ (ફોન ૦ર૮૯૬ ર૩ર૧૮૮) નો સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(1:40 pm IST)