Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

માંડા ડુંગર પાસે માધવવાટીકામાં પ્‍લમ્‍બર સાગર ચોૈહાણના ઘરમાંથી પોણા ત્રણ લાખની ચોરી

પરિવારજનો જેતપુર નિવૈધ કરવા ગયા અને રેઢુ મકાન નિશાન બન્‍યું: રાતે અઢી વાગ્‍યે લાઇટ ગઇ એ વખતે જ હાથફેરોઃ સીસીટીવી કેમેરામાં કંઇ રેકોર્ડ ન થયું: આજીડેમ પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૩૧: તસ્‍કરોએ તરખાટ મચાવવાનું ચાલુ જ રાખ્‍યું છે. આજીડેમ પાસે માંડા ડુંગર નજીક માધવ વાટીકામાં રહેતાં પ્‍લમ્‍બર યુવાનના ઘરમાં મધરાતે ત્રાટકી તસ્‍કરો પોણા ત્રણ લાખના સોના ચાંદીના દાગીના ચોરી ગયા છે. પરિવારજનો જેતપુર માતાજીના નિવેૈધ કરવા ગયા હોઇ રેઢા મકાનમાં ચોર ત્રાટક્‍યા હતાં.

આ બનાવમાં માંડા ડુંગર પાસે  માધવ વાટીકા-૬માં રહેતાં મુળ જેતપુર ટાપોરીપરાના સાગરભાઇ મનોજભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦) નામના યુવાને આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સાગરભાઇ પ્‍લમ્‍બીંગ કામ કરે છે. તેણે કહ્યું હતું કે ૨૯/૧ના બપોરે ત્રણેક વાગ્‍યે હું અને મારા માતા-પિતા તથા પત્‍નિ તેમજ નાનો ભાઇ અને તેના પત્‍નિ એમ સપરિવાર અમારા કુળદેવી જેતપુર ગામે હોઇ ત્‍યાં નિવૈધ કરવા ગયા હતાં. ૩૦મીએ બપોરે પરત આવ્‍યાત્‍યારે જોયું તો ડેલીલનું તાળુ બંધ હતું. જે ખોલીને અંદર જતાં રૂમના તાળા-નકુચા તૂટેલા જોવા મળ્‍યા હતાં.

ઘરની અંદર જતાં લોખંડનો પતરાનો કબાટ ખુલ્લો હતો અને બધુ વેરવિખેર પડયું હતું. કબાટની તિજોરીમાં રાખેલો સોનાનો હાર બુટી સાથેનો અશરે પાંત્રીસ ગ્રામ વજનનો રૂા. ૧ાા લાખનો જોવા મળ્‍યો નહોતો. આ ઉપરાંત સોનાની બુટી એક જોડી ૧૦ હજારની, સોનાની વીટી ૫૫ હજરાની અને સોનાની નખલીયું રૂા. ૧૦ હજારની તેમજ બે જોડી સોનાના પાટલા આશરે સાત ગ્રામના ૪૦ હજારના તથા ચાંદીના સાંકળા બે જોડી ૫ હજારના, ચાંદીની વીંટી રૂા. ૮૦૦ની તેમજ બ્રેસલેટ, ચાંદીની બગડી, ૩૫૦૦ની તેમજ ચાંદીની લક્કી રૂા. ૩૦૦૦ની મળી કુલ રૂા. ૨,૭૨,૩૦૦ના દાગીના ચોરાઇ ગયા હતાં.

આ બનાવ ૨૯મીના બપોરના ત્રણથી ૩૦મીના બપોરના દોઢ સુધીમાં બન્‍યો હતો. સાગરભાઇના ભાઇએ જણાવ્‍યા મુજબ  ઘર નજીક આગળ પાનની દુકાને સીસીટીવી કેમેરા છે એ ચાલુ જ હોય છે. પરંતુ રાત્રીના બે અઢી વાગ્‍યે લાઇટ ગઇ એ પછી અમારા ઘરમાં ચોરી થઇ હતી. આજીડેમ પોલીસ મથકના પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં હેડકોન્‍સ. એચ. એમ. ધરજીયાએ ગુનો નોંધતાં ડી. સ્‍ટાફની ટીમે તપાસ શરૂ કરી છે.

(3:01 pm IST)