Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે ટીંબીની નિર્દોષાનંદજી હોસ્‍પિટલનું સન્‍માન

ભાવનગર : ૭૪માં પ્રજાસત્તાકપર્વની રાજયકક્ષાની ઉજવણી બોટાદમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની અધ્‍યક્ષતામાં સંપન્‍ન થયેલ. આ કાર્યક્રમની પૂર્વ સંધ્‍યાએ સ્‍વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્‍પિટલ, ટીંબીના મંત્રી, ટ્રસ્‍ટી બી.એલ. રાજપરાએ સમાજસેવા ક્ષેત્રમાં કરેલ પ્રદાનની રાજય સરકારે ગૌરવ નોંધ લઇ ગુજરાતનાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનાં હસ્‍તે સન્‍માનપત્ર અને શાલ અર્પણ કરીને સન્‍માનિત કરવામાં આવેલ હતું. (તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:48 am IST)