Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

લીંબડી પાસે અકસ્‍માત : ત્રણ રાજસ્‍થાનીના મોત

વતનથી રાજકોટ આવતા'તા સાઇડમાં પાર્ક થયેલ આઇસર પાછળ ઇકો કાર અથડાઇ પડી : વ્‍હેલી સવારે બનાવ : અમદાવાદ હાઇવે ગોઝારો બન્‍યો : મૃતકમાં એક મહિલા, બે પુરૂષ : આઇશર ચાલક ફરાર : બે ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૧ :  લીંબડી અમદાવાદ હાઇવે ઉપર વધુ એક અકસ્‍માત સર્જાયો છે ત્‍યારે અકસ્‍માતના પગલે ત્રણ લોકોના ઘટના સ્‍થળે મોત નીપજવા પામ્‍યા છે જ્‍યારે એક મહિલા અને એક પુરૂષ ને ગંભીર ઇજાઓ પહોંચેલ ત્‍યારે  લીંબડી ૧૦૮ તેમજ પાણશીણા ૧૦૮ પાયલોટ અને ઇ.એમ.ટી ને જાણ થતાં ઘટના પહોંચીયા હતા અને ઇજાગ્રસ્‍તોને સારવાર અર્થે લીંબડી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ બન્ને ને વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્‍યારે રસ્‍તામાં જ મહિલાનું મોત નીપજ્‍યું હતું..

ઇક્કો ગાડીમાં કુલ ૫ લોકો સવાર હતા   પોતાના વતન રાજસ્‍થાન થી પરત ફરી રહ્યા હતા અને રાજકોટ  ઇક્કો ગાડી લઈ જઈ રહિયા હતા ત્‍યારે વહેલી સવારે  અકસ્‍માત નડ્‍યો છે.જ્‍યારે રોડ સાઈડ ઉપર આઇસર ઉભેલી હતી ત્‍યારે ઇક્કો ગાડી એ સ્‍ટેરીગ ઉપર કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્‍માત.અને ૩ લોકો મોત નિપજતા હાઇવે કીકીયારી થી ગુંજી ઉઠ્‍યો છે.

 અમદાવાદ લીંબડી હાઇવે ઉપર આવેલ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ચોરણીયા ૬૬ કેવી સબ સ્‍ટેશન પાસે વહેલી સવારે આ ઘટના બની છે. અકસ્‍માત સર્જાયા બાદ હાઈવે ઉપર લાંબી વાહનોની લાઈનો લાગી છે તે પણ ટ્રાફિક દૂર કરવાનો પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્‍યો છે અને મળતકોના પરિવારજનોને ટેલીફોનિક રીતે પોલીસ તંત્ર દ્વારા જાણકારી આપી અને હોસ્‍પિટલ ખાતે બોલાવી લેવામાં આવ્‍યા છે.

લીંબડી અમદાવાદ હાઈવે ઉપર આઇસર અને ઇકો વચ્‍ચે અકસ્‍માત સર્જાયો છે ત્‍યારે ત્રણ લોકોના મોત નીપજવા પામ્‍યા છે જેમાં બે લોકોને ડેડબોડીને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યું છે અન્‍ય એક જે મહિલાનું સારવારમાં લઈ જતા મોત નીપજવા પામ્‍યો છે તેની ડેડબોડીને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્‍યારે આ ગોઝારા અકસ્‍માતને લઈ અને રાજસ્‍થાનનો પરિવાર શોક મગ્ન બન્‍યો છે હજુ સુધી પરિવારજનો પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા નથી હજુ સુધી કોઈ -કારની ઓળખ થઈ નથી એટલે પોલીસ તંત્રએ પણ આ મામલે આગળની તપાસ કામગીરી હાથ ધરી છે ત્‍યારે આ અકસ્‍માત સર્જી અને આઇસર ચાલક હાલ ફરાર બની જવા પામ્‍યો છે.

(12:44 pm IST)