Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા પેપર ફૂટવા બાબતે આવેદન

અમરેલીઃ આમઆદમી પાર્ટી અમરેલી દ્વારા  આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા મુખ્‍યમંત્રીને કલેક્‍ટર  હસ્‍તક કલાર્કની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના પેપર ફૂટવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્‍યુ. આવેદનપત્ર દ્વારા કલેક્‍ટર મારફત મુખ્‍યમંત્રી ને જણાવવામાં આવ્‍યું કે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરવી પડી. પરીક્ષા રદ કરવાનો મતલબ છે કે ૯.૫૩ લાખ યુવાનોના પરિવારના સપના રોળાઈ જવા. કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓએ કરેલો ખર્ચ એળે જવો. આજે મોંઘવારીના સમયમાં પરીક્ષા પાછળ પુસ્‍તકો,વર્ગો,વાહન ખર્ચ વગેરે મળીને એક એક વિદ્યાર્થી ઓછામાં ઓછા ૫૦,૦૦૦/- રૂપિયાનો ખર્ચ કરે છે અને બીલકુલ પરીક્ષાના દિવસે જ એને ખબર પડે છે કે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઇ!!  વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડીને રૂટિન કામની જેમ પૂરું કરી દેવું એ શું દર્શાવે છે?  ખુબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાએ ભરોસાની ભા.જ.પ.ઁ સૂત્ર પર વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતી સરકારને આપી એ ભરોસા પર સરકાર ખરી નથી ઉતરી. ગુજરાતના નવ-યુવાનોના હિતમાં અને સરકારનો ખોવાયેલો વિશ્વાસ પાછો મેળવવા માટે આપ આટલા પગલાં તાત્‍કાલિક ભરશો. જો સરકાર જરૂરી પગલાં નહિ ભરે તો આગામી દિવસોમાં યુવા-જાગળતિ માટે અને ગુનેગારોને સજા અપાવવા માટે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી કાર્યક્રમો હાથ ધરશે. આ તકે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો નિકુંજભાઈ સાવલિયા,કિરણબેન ઉકાણી,ભાર્ગવભાઈ મહેતા,કેવિનભાઈ ગજેરા,નરેશભાઇ પરમાર, દિનેશભાઇ માધડ, ધરમભાઈ ઉકાણી, ભરતભાઈ બારોટ, મધુબેન બગડા,ભાવેશભાઈ બગડા, સુનિલભાઈ દાફડા વગેરે હાજર રહ્યા હતા.

(11:36 am IST)