Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

કમીગઢનો આરોપી ડ્રાઇવર પકડાયો

અમરેલીઃ છએક માસ પહેલા ગુન્‍હાના કામના મુખ્‍ય આરોપી દારૂની બોટલો નંગ ૮૦ સાથે પકડાયેલ હોય જે કામે ચલાલા પોલીસ સ્‍ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં.રર૦૪ર૯/ર૦રર પ્રોહી એકટ કલમ-૬૬ (એ)(ઇ), ૧૧૬ (બી) મુજબનો ગુન્‍હો રજી. થયેલ હોય અને આ ગુન્‍હાના કામે વધુ તપાસમાં દારૂની બટલો સપ્‍લાઇ કરવામાં ખુલેલ હોય જે કામે મજકુર ઇસમ પોલીસ સમક્ષ હાજર ન થઇ નાસતો ફરતો હોય જેને અમરેલી તાલુકાના કમીગઢ ગામ મુકામેથી હસ્‍તગત કરેલ. ચલાલા પોલીસ સ્‍ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.રર૦૪ર૯/ર૦રર પ્રોહી એકટ કલમ-૬૬ (૧) બી. ૬પ (એ)(ઇ), ૧૧૬ (બી) મુજબના કામે સાગર ઉર્ફે સાવન ઉર્ફે દિનેશભાઇ રાઠોડ ઉ.ર૭, ધંધો, ડ્રાઇવીંગ, રહે કમીગઢને ઝડપી લીધો છે.ે આ કામગીરીના અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના હેઠળ કે.જી.મથા(ગઢવી) પો.સબ ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍કવોર્ડ તથા એસએસઆઇ. શ્‍યામકુમાર બગડા, પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, નરેશભાઇ લીંબડીયાએ રીતેના જોડાયેલ હતા.

(11:34 am IST)