Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મઢાદ ગામ નજીક ગેરકાયદેસર ભયાનક વિસ્‍ફોટ કરવામાં આવે છે

ખનીજ ચોરી અટકાવવા લોકો સુરેન્‍દ્રનગર કલેકટર પાસે દોડી આવ્‍યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૧: વઢવાણ તાલુકાના મઢાદ ગામે ચોરી ચાલી રહી છે,ત્‍યારે મઢાદ ગામના ગામજનોની દુઃખદ રજૂઆત છે કે,ᅠ અહીં બેફામ ગેરકાયદેસર વિસ્‍ફોટો થાય છે, મકાન ધ્રુજી જાય છે, મકાનનીᅠ દિવાલો પરᅠ તીયાળ પડી જાય છે,મકાનની પેરાફીટ ગમે ત્‍યારે પડી જાય છે, કાચા મકાનો ગમે ત્‍યારે ઢસી જાય છે, તેવી વેદના ભરી રજૂઆત લયને સુરેન્‍દ્રનગર જીલ્લા કલેકટરના દ્વાર ખખડાવવામાં આવ્‍યા છે, મઢાદ ગામના લોકોએ અનેક વખત અનેક જગ્‍યા પર ખનીજ ચોરી અટકાવવા જુદી જુદી કચેરીઓ પર રજૂઆત કરેલ છે તેમ છતાં અહીં ખનિજ માફિયાઓ તંત્રને ગાંઠતા પણ નથી, ત્‍યારે ફલિત થાય છે કે અહીં કોઈ જોવા વાળુ કે સાંભળવા વાળું કોઈ છે જ નહીં, મઢાદ ગામની આજુબાજુ માંᅠ આશરે વીસ કિલોમીટર વિસ્‍તારમાં ખનીજ ચોરી થાય છે,આમતો હવે જાણેᅠ સુરેન્‍દ્રનગર જિલ્લાᅠ ભરમાં ગેરકાયદેસર વિસ્‍ફોટ કરવા તેમજ ખનીજ ચોરીᅠ એક સામાન્‍ય બાબત બની ચૂકી છે, અને ખનીજ માફિયાઓ બેફામ બની ખનીજ ચોરી કરતા રહે છે,વઢવાણ, લીંબડી,સાયલા, ચોટીલા, થાનગઢ, ધ્રાંગધ્રા, તેમજ મુળી ની નદીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્‍યા છે.

આશરે એક હજાર જેટલા ખનીજના ખાડાઓ છે,અને આ ખનિજ ના ખાડાઓ દિવસ રાત ગેરકાયદેસર ધમધમી રહી છે,અને ગેરકાયદેસર રીતે પથર,રેતી, કોલસોનુ ખનન કરવા માં આવે છે, ખનીજ માફિયાઓ તંત્રના આંખ મિચામણાનો લાભ ઉઠાવી રહ્યા છે, અને ખનીજ માફિયાઓએ ખનીજના વહન માટે સુરેન્‍દ્રનગર જિલ્લાની નદીઓના પાણી વચ્‍ચે રસ્‍તો પણ બનાવી લીધો છે. એટલું જ નહીં પણ મઢાદ ગામના ભોગાવવા નદી અંદર ચેકડેમ પણ તોડી પાડવામાં આવ્‍યો હોવાનું પણ જણાય આવેલ છે, અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચવા છતાં પણ કોઈ તપાસ કરવામાં આવેલ નથી.

(11:32 am IST)