Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ધ્રોલના ભેંસદળ પાસે ટ્રેકટર અને બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં યુવકનું મોત : એકને ઇજા

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ,તા.૨૧ : ધ્રોલ ના ભેંસદળ નજીક  ટ્રેક્‍ટર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત થતા બાઈક સવાર બે વ્‍યકિત મા એક યુવાનને ઈજા અને એક યુવાનને ઘટના સ્‍થળે જ મોત થતા  થતા અરેરાટી વ્‍યાપી છે.

પ્રાથમિક વિગત મળતી વિગત અનુસાર ધ્રોલ એક અઠવાડિયા થી અકસ્‍માત ધટના સતત ચાલુ છે ત્‍યારે સોમવાર  ધ્રોલ નજીક આવેલ ભેંસદળ પાસે બાઈક અને પ્રાથમિક વિગત અનુસાર ટ્રેક્‍ટર નુ અકસ્‍માત થયુ જેમા બાઈક સવાર પર રાકેશભાઈ ભાલચંન્‍દ્ર ચોટલીયા, નામના યુવાન નુ ધટના સ્‍થળેજ મૂત્‍યુ થયુ અને એક યુવાન ને ગંભીર ઇજા થતા સારવાર માટે જામનગર હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા.. 

મળતક યુવાન ને ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે પી.એમ માટે ખસેડયા બાઈક ને ટ્રેક્‍ટર સાથે અથડાતા ભયંકર અકસ્‍માત થયો હતો ટ્રેક્‍ટર ચાલક નાસી ગયો હતો અકસ્‍માત સર્જાતા ત્‍યાના લોકો પહોચ્‍યા હતા અને ૧૦૮ ને તાત્‍કાલીક બોલાવી ઇજાગ્રસ્‍ત હોસ્‍પિટલ સારવાર માટે ખસેડયા ધ્રોલ પોલીસ વધુ તપાસ આદરી છે.

(11:20 am IST)