Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

‘સોમનાથ મહાદેવ સાથે ચંદ્રભાગા શક્‍તિપીઠ આ ભૂમિ માં આવેલ છે' : ડો.કળણાલભાઇ જોષી

સોમનાથ ખાતે ચાલી રહેલી શ્રીમદ્‌ દેવીભાગવત કથાના સાતમાં દિવસે માતા ચંદ્રભાગા સપ્તમી ઉજવાઇ

(દેવાભાઇ રાઠોડ દ્વારા)પ્રભાસ પાટણ તા. ૩૧ : કથાના સાતમાં દિવસે વક્‍તા કળણાલભાઇ જોષીએ જણાવેલ કે, પ્રભાસની પાવન ભૂમિ પર મહા સુદ સપ્તમીનું ખુબ વિશેષ મહાત્‍મય સમાયેલુ છે. આ દિવસને ચંદ્રભાગા સપ્તમી તરીકે ઉજવાય છે, આ દિવસે આ ક્ષેત્રમાં યાત્રા,દર્શન,પૂજન કરવાથી માતા ચંદ્રભાગાની  વિશેષ શક્‍તિકળપા પ્રાપ્ત થાય છે. અને સાચી ભક્‍તિથી મનુષ્‍ય તળપ્ત થાય છે.

દેવી ભાગવત અનુસાર પુત્રના લક્ષણ કેવા હોવા જોઇએ, પુત્ર એ જીવીત મા-બાપની સેવા કરતો હોવો જોઇએ. માતા-પીતાની વિદાય પછી તેમની પાછળ ઉત્તમ ક્રીયા કરવો જોઇએ. અને સાચો પુત્ર આ બધુ કર્યા બાદ ગયાજીમાં તેમની પાછળ પીંડદાન કરનારો હોવો જોઇએ. આ કર્મથી જ પુત્ર પૂ નામના નર્કથી પીતળને તારી સાચો પુત્ર બની શકે. 

દેવીમાં કયાં યુગ માં કઇ રીતે પ્રસન્ન થાય ?..

સતયુગમાં દેવીમાઁના ધ્‍યાનથી, ત્રેતાયુગમાં માઁ યજ્ઞથી, દ્વાપરયુગમાં માઁ પૂજન-અર્ચનથી, કળીયુગમાં સત્‍ય હ્રદયથી માતાના નામ સ્‍મરણથી જગત જનનિ માઁ પ્રસન્ન થાય છે.

કથાકાર ડો.કળણાલભાઇ જોષીએ આવનારી મહાશિવરાત્રિ પર્વે શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા સોમનાથ તિર્થમાં શિવ પાર્થેશ્વર પૂજન થનાર હોય, જેનુ મહાત્‍મય જણાવતા કહેલું કે, શ્રીરામે લંકા જતા પૂર્વે પોતાના આરાધ્‍ય મહાદેવની પૂજા કરવાનો ઇચ્‍છા વ્‍યક્‍ત કરેલી. હનુમાનજીને શીવલીંગ લાવતા વિલંબ થયેલ. ત્‍યારે શ્રી રામે પાર્થેશ્વર શીવલીંગની પૂજા કરી અને રામેશ્વર તરીકે ભગવાન શીવ પૂજાયા. પાર્થેશ્વર મહાપૂજનનું સોમનાથ મહાદેવની નીશ્રામાં સમુદ્રતટે કરવાનું  મહાશિવરાત્રિએ ખુબ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. તેમ કથાકારે ઉમેર્યુ હતું.

(10:48 am IST)