Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પાળીયાદના કળષ્‍ણનગર ગામમાં રામઉત્તમ મ.સા.ની નિશ્રામાં જીવદયાના અનેકવિધ કાર્ર્યક્રમો યોજાયા

(પિન્‍ટુ શાહ દ્વારા)વિંછીયા,તા.૩૧ : પાળીયાદના કળષ્‍ણ નગર -નાના ભડલા ગામમાં શાસનરત્‍ન રામઉત્તમ મુનિમહારાજની શુભ નિશ્રામાં લાખો રૂપિયાના ખર્ચે પક્ષીચણઘર ગૌ શાળા માં અનેક વિધ શેડ સહિત નું ઉદ્દઘાટન સમારોહ સાથે ગામ ધુમાડાબંધ જમણનું આયોજન થયું હતું.

આ પ્રસંગે સંતો એ જણાવ્‍યુ હતું કે તાાન થી શરીર શુદ્ધ થાય છે, સંતોના સત્‍સંગ થી મન શુદ્ધ થાય છે, અને દાનથી ધન શુદ્ધ થાય છે.મોટામાં મોટું પુણ્‍ય પરોપકાર છે. દૂધનું સત્‍વ મલાઈ છે ને માનવનું સત્‍વ ભલાઈ છે  દુઃખી માણસ દુઃખને બતાવી શકે પણ અબોલ પશુ કોને કહે? માટે સમયાંતરે જે મળ્‍યું છે તેમાંથી જીવદયા -મુંગા પશુ ઓ માટે વાપરવાં જોઈએ . આ પ્રસંગે જાણીતા દાતા ઓ જશુ ભાઈ ખારવાવાળા , શાસન સેવક યુવાન નિલેશભાઈ ચમનલાલ શાહ (પાટડીવાળા) લીમડી ગોપાલસંઘના પ્રમુખ સુરેશભાઈ તુરખિયા સહિતના ઉપસ્‍થિત રહ્યા.

આ પ્રસંગે રામઉત્તમ મહારાજની ૪૪ મી દીક્ષા જયંતિની હોય જે અંગે ગોશાળામાં ગેટની તકતીની ઉછામણી થતા રૂ. ૪ , ૪૪,૪૪૪ની બોલી હંસાબેન હર્ષદભાઈ અજમેરા મુંબઈએ લાભ લીધો હતો. તેમજ નિલેશભાઈ (પાટડી વાળા)એ રૂ. એક લાખને આઠ હજાર જીવદયામાં અર્પણ કર્યા હતા. નાના ભડલામાં જીવદયા જેના રોમે રોમમાં હતી. એવાં સ્‍વ. સુરસંગભાઈ પરમાર ની જીવદયા અને પશુપ્રેમને યાદ કરી ગુરૂદેવ રામ ઉત્તમ મ.સા.એ ધન્‍યતા સાથે સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો. આ તકે હસમુખ મુનિ મહારાજ દ્રારા લિખિત ‘ઉત્તમ આરાધના' પુસ્‍તકનું વિમોચન કરાયું હતું. આ રૂડા કર્યોમાં દૂર- દૂરથી ગુરૂ ભક્‍તો અને જીવદયા પ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અને જીવદયામાં લાખો રૂપિયાનો દાનનો વરસાદ વરસાવ્‍યો હતો.

(10:48 am IST)