Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ટંકારા તાલુકાના સાવડી ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામે સાવડી હાઇસ્‍કુલ તથા પ્રાથમિક શાળા સાવડી તથા ગ્રામ પંચાયતના સંયુક્‍ત ઉપક્રમે ૭૪માં પ્રજાસત્તાક દિવસનની શાનદાર ઉજવણી કરાયેલ. સાવડીના સરપંચના વરદ હસ્‍તે ધ્‍વજવંદન કરાયેલ. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાયેલ. દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહક ઇનામો તથા શિલ્‍ડ અપાયેલ. ધ્‍વજ વંદના કાર્યક્રમમાં શિક્ષકો તથા ગ્રામજનોએ બહોળી સંખ્‍યામાં ભાગ લીધેલ બાળકોને મીઠાઈનું વિતરણ કરાયેલ હતું.(તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા ટંકારા)

(10:46 am IST)