Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જૂનાગઢની એમ.જી.ભુવા કન્‍યા મંદિરની વિદ્યાર્થીનીઓ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં સહભાગી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૩૧ : વન્‍ય પ્રાણી વિભાગ-સાસણ ગીર દ્વારા (વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૩૧કળતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ શિબિરમાં માતળશ્રી એમ.જી.ભુવા કન્‍યા વિદ્યા મંદિર-જોષીપુરાની વિદ્યાર્થિનીઓ સામેલ થઈ હતી. આ શિબિરમાં રોહિતભાઈ વ્‍યાસ,  ચિંતનભાઈ પનારા, વિનોદભાઇ જેઠવા,  અરવિંદભાઇ સોંદરવા, આમદભાઈ, ઇબ્રાહિમભાઈ અને ધ્રુવભાઈ સહિતના ફોરેસ્‍ટ વિભાગના અધિકારીશ્રીઓએ વન્‍ય પ્રાણી, વન્‍ય જીવન, વનસ્‍પતિ, વન્‍ય સંપદા તેમજ તેની મહત્‍વતા અને સ્‍વચ્‍છતા વિશે સરસ માહિતી રજૂ કરીને વિદ્યાર્થિનીઓને ઊંડાણપૂર્વકની સમજ આપી હતી.

આ શિબિરમાં વિદ્યાર્થિનીઓએ દેવળીયા સફારી પાર્ક, ઓરિએંટેશન સેન્‍ટર, ગીર આર્બોરેટ્‍મ સેન્‍ટર તેમજ ર્બડિંગ પોઈન્‍ટની મુલાકાત લીધી હતી, સાથોસાથ આ શિબિરમાં વન્‍ય સળષ્ટિના સરક્ષણ માટે સરકારશ્રી અને લોકો દ્વારા કરવામાં આવતી અનેક પ્રવળતિઓ પ્રદર્શિત કરતી ડોકયુમેન્‍ટરી પણ વિદ્યાર્થિનીઓને બતાવવામાં આવી હતી.

આ શિબિર દરમ્‍યાન વનભ્રમણનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ ગીરના અનુપમ સૌંદર્યના સાનિધ્‍યમાં પ્રકળતિનો ભરપુર આનંદ માણ્‍યો હતો, તો સાસણ ગીરમાં આવેલ રમણીય સ્‍થળોના નૈસર્ગિક સૌંદર્યની પણ મજા માણી હતી તેમજ વનભોજનનો આસ્‍વાદ પણ માણ્‍યો હતો.

શિબિરમાં સહભાગી થવા માટે સંસ્‍થાના ચેરમેન-મેનેજિંગ ટ્રસ્‍ટી જે.કે. ઠેસિયા, જોઇન્‍ટ મેનેજિંગ ટ્રસ્‍ટી  મળણાલિનીબેન ગોધાણી, કેમ્‍પસ ડાયરેક્‍ટર સી.પી. રાણપરિયા, શિક્ષણ નિયામક એસ.કે. વોરા, શિક્ષણ સંયોજક એચ.પી. પોલરા, વહીવટી અધિકારી કે.પી. ગજેરા , હોસ્‍ટેલ નિયામક આર.વી. રફાળિયા સાહેબ, પ્રિન્‍સિપાલ  જયશ્રીબેન રંગોલિયા સહિત તમામ સ્‍ટાફગણે વિદ્યાર્થિનીઓને પ્રોત્‍સાહિત કરી હતી. આ શિબિર માટે શાળાના શિક્ષકો બી.કે. ભારાઈ અને  ટી.પી. સાવલાણીએ જહેમત ઉઠાવી હતી.

(10:45 am IST)